આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ ખાતે જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજયગુરૂની સુરેન્દ્રનગર ખાતે બદલી થતા તેમજ સુરત ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. પારેખની બદલી પાટણ ખાતે થતાં જીલ્લા પંચાયત પરિવાર દ્વારા આવકાર અને વિદાય કાર્યક્રમ એક સાથે યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ, અધિક નિવાસી કલેક્ટર બી.જી. પ્રજાપતિ, ભાજપના જિલ્લા પ્રમુખ મોહનભાઈ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દિનેશભાઈ પરમાર ઉપસ્થિત રહયા હતા. જિલ્લા પંચાયત પરિવાર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજયગુરૂને શ્રીફળ, સાકર, મોમેન્ટો અને શાલ ઓઢાડી વિદાય આપવામાં આવી હતી. જ્યારે ડી.કે. પારેખને શાલ ઓઢાડી આવકારવામાં આવ્યા હતા. આ સાથે જિલ્લા પંચાયતના હોદ્દેદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, તલાટી યુનિયન, પ્રાથમિક શિક્ષક યુનિયન, અધિકારીઓ, કર્મચારીઓ, જિલ્લા પંચાયતના જુદી જુદી શાખાના અધિકારીઓ દ્વારા શાલ ઓઢાડી રાજ્યગુરૂને વિદાય આપવામાં આવી હતી.
પ્રસંગને અનુરૂપ જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજયગુરૂએ પાટણ જિલ્લામાં ફરજ બજાવેલ શાસન કાળનો ઉલ્લેખ કર્યો હતો અને મારી સફળતા પાછળ મારા અધિકારીઓ અને કર્મચારીઓ નો સાથ સહકાર રહેલો છે. તેમણે પાટણ જિલ્લાની કરેલ સારી કામગીરી રેવન્યુ અને જિલ્લા પંચાયતના અધિકારી-કર્મચારીઓ દ્વારા શક્ય બની છે. દરેક વિભાગોનો સાથ સહકાર ઉપલબ્ધ બન્યો છે. તેમણે દરેક અધિકારી, પદાધિકારી, કર્મચારીનો આભાર વ્યક્ત કર્યો હતો. નવા નિયુક્ત થયેલ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ અને પદાધિકારીઓના સાથ સહકારથી પાટણ જિલ્લાને વિકાસ તરફ વધુ ગતિએ આગળ લઈ જઈશ. બાકી રહેલ વિકાસના કામો પૂર્ણ કરીશ. કાર્યક્રમમાં જીલ્લા પંચાયત સમિતિના ચેરમેનઓ, જિલ્લા પંચાયત અને મહેસુલી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તથા જુદા-જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

29 Sep 2020, 2:12 AM (GMT)

COVID-19 Global Stats

33,546,662 Total Cases
1,006,344 Death Cases
24,876,169 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code