પાટણ જિલ્લામાં રોજગાર કચેરી દ્વારા નોંધણી કેમ્પનું આયોજન

અટલ સમાચાર,પાટણ જિલ્લા રોજગાર કચેરી, પાટણ દ્વારા પાટણ જિલ્લાંમાં વિવિધ તાલુકા મથકોએ નામ નોંધણી, રીન્યુ અલ અને વ્યેવસાય માર્ગદર્શન કેમ્પટનું આયોજન કરવામાં આવેલ છે. રોજગાર વાંચ્છુંક ઉમેદવારોની નામ નોંધણી, રીન્યુઅલ અને વ્યવસાય માર્ગદર્શન કેમ્પ તા.૧૨ જાન્યુઆરી થી ૧૯ જાન્યુઆરીના રોજ તાલુકા પંચાયત કચેરી, સિધ્ધપુર ખાતે, તા.૧૪ જાન્યુ- ૧૯ જાન્યુના રોજ ગ્રામ પંચાયત કચેરી, ચાણસ્મા ખાતે,
 
પાટણ જિલ્લામાં રોજગાર કચેરી દ્વારા નોંધણી કેમ્પનું આયોજન

અટલ સમાચાર,પાટણ

જિલ્લા રોજગાર કચેરી, પાટણ દ્વારા પાટણ જિલ્લાંમાં વિવિધ તાલુકા મથકોએ નામ નોંધણી, રીન્યુ અલ અને વ્યેવસાય માર્ગદર્શન કેમ્પટનું આયોજન કરવામાં આવેલ છે. રોજગાર વાંચ્છુંક ઉમેદવારોની નામ નોંધણી, રીન્યુઅલ અને વ્ય‍વસાય માર્ગદર્શન કેમ્પ તા.૧૨ જાન્યુઆરી થી ૧૯ જાન્યુઆરીના રોજ તાલુકા પંચાયત કચેરી, સિધ્ધપુર ખાતે, તા.૧૪ જાન્યુ- ૧૯ જાન્યુના રોજ ગ્રામ પંચાયત કચેરી, ચાણસ્મા ખાતે, તા.૧૭ જાન્યુ-૧૯ જાન્યુના રોજ તાલુકા પંચાયત કચેરી, સાંતલપુર ખાતે, તા.૨૨ જાન્યુ -૧૯ જાન્યુના રોજ તાલુકા પંચાયત કચેરી, રાધનપુર ખાતે યોજવામાં આવશે.
જો જાહેર રજા હોય તો તે પછીના દિવસે નામ નોંધણી કેમ્પે યોજાશે. નામ નોંધણી માટે આવનાર ઉમેદવારોએ એલ.સી.તથા જો અનામત જાતિમાં આવતા હોય તો સક્ષમ અધિકારીનો જાતિનો દાખલો તથા શૈક્ષણિક લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો તથા પ્રમાણિત કરેલ તમામ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ તથા પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફસ અને ઇ-મેઇલ આઇડી બનાવી સાથે લાવવા જિલ્લો રોજગાર અધિકારીએ જણાવ્યુ છે.