પાટણ જીલ્લાનો સૌથી મોટો મેળો : લાખો શ્રધ્ધાળુઓ ઉમટશે

અટલ સમાચાર,પાટણ ગુજરાતમાં વર્ષ દરમિયાન નાના – મોટા 1600 લોકમેળાઓ ભરાય છે. તરણેતર જેવા લોકમેળા વિશ્વ વિખ્યાત છે. ગુજરાતમાં અમદાવાદનો વૌઠા, જુનાગઢનો ભવનાથનો મેળો, સુરેન્દ્રનગરનો તરણેતર, ડાકોરનો મેળો, શામળાજી, ગાંધીનગરનો પલ્લી મેળો, પોરબંદરનો માધવરાય, કચ્છનો રવેચી, પાટણનો વરાણા, સોમનાથ, ખેડામાં ફાગવેલ, અંબાજી, ભરૂચનો માધ, ભાવનગરનો ગોપનાથ વગેરે લોકમેળા યોજાય છે. રાજ્યમાં સૌથી વધુ 159 માળા
 
પાટણ જીલ્લાનો સૌથી મોટો મેળો : લાખો શ્રધ્ધાળુઓ ઉમટશે

અટલ સમાચાર,પાટણ

ગુજરાતમાં વર્ષ દરમિયાન નાના – મોટા 1600 લોકમેળાઓ ભરાય છે. તરણેતર જેવા લોકમેળા વિશ્વ વિખ્યાત છે. ગુજરાતમાં અમદાવાદનો વૌઠા, જુનાગઢનો ભવનાથનો મેળો, સુરેન્દ્રનગરનો તરણેતર, ડાકોરનો મેળો, શામળાજી, ગાંધીનગરનો પલ્લી મેળો, પોરબંદરનો માધવરાય, કચ્છનો રવેચી, પાટણનો વરાણા, સોમનાથ, ખેડામાં ફાગવેલ, અંબાજી, ભરૂચનો માધ, ભાવનગરનો ગોપનાથ વગેરે લોકમેળા યોજાય છે. રાજ્યમાં સૌથી વધુ 159 માળા સુરત જિલ્લામાં ભરાય છે. સૌથી ઓછા 7 મેળા ડાંગ જિલ્લામાં ભરાય છે.

આ બધા જ મેળાની પોતાની એક આગવી ઓળખ હોય છે. તેજ રીતે પાટણ જીલ્લાના વરાણા ખાતે ભરાતા આ મેળામાં દૂર-દૂરથી લોકો પોતાની માનતા પુરી કરવા આવતા હોય છે.

પાટણ જીલ્લાનો સૌથી મોટો મેળો : લાખો શ્રધ્ધાળુઓ ઉમટશે

પાટણ જિલ્લાના રણને કાંઠે સમી-હારીજના વઢિયાર વિસ્તારમાં મિનિ કુંભ તરીકે જાણીતા મેળાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ મેળો આગામી 5થી 19 ફેબ્રુઆરી સુધી યોજાશે. જેમાં લાખો લોકો આવે તેવી ધારણા છે.

પાટણ જીલ્લાનો સૌથી મોટો મેળો : લાખો શ્રધ્ધાળુઓ ઉમટશે

સમીના મામલતદાર સુપ્રિયા ગાંગુલીએ આ મેળાને પ્લાસ્ટિક મુક્ત મેળો જાહેર કર્યો છે. વરાણા ગામે આવેલું ખોડિયાર માતાના મંદિર પાસે કુંભ ભરાય છે. જેમાં માતાજીની માનતામાં પ્રસાદી તરીકે સાંની કે સ્હાની ધરવામાં આવે છે. જે તલની સાથે ગોળથી બનાવવામાં આવે છે.

પાટણ જીલ્લાનો સૌથી મોટો મેળો : લાખો શ્રધ્ધાળુઓ ઉમટશે

આ મિનીકુંભ મેળામાં સાતમ, આઠમ અને નોમનું ખાસ મહત્વ છે. આઠમે અહીં એક થી દોઢ લાખ માણસો દર્શનાર્થે આવે છે. સમગ્ર મેળા દરમ્યાન અંદાજીત 5થી 7 લાખ લોકો દર્શનાર્થે આવે છે. સાથે સાથે મંદીર પરિવાર ઘ્વારા અહીં આખું વર્ષ આવતા ભક્તજનો માટે ભોજન પ્રસાદની મફત સગવડ પુરી પાડવામાં આવે છે. મેળામાં વઢિયાર સહિત અન્ય પંથકના લોકજીવન જોવા મળે છે. આ મેળામાં તલ -સાકર અને તલ- ગોળની સાંની ચડાવવાની વર્ષા જૂની રસમ પરંપરાગત ચાલી આવે છે.