પાટણ: યુનિવર્સિટી પરિસરમાં ઇ-રીક્ષા શરૂ કરવા ડો.અવની આલની રજૂઆત

અટલ સમાચાર,મહેસાણા પાટણ સ્થિત યુનિવર્સિટી પરિસરમાં દૈનિક વિદ્યાર્થીઓ સહિતના અનેક મુલાકાતીઓ આવતા હોય છે. વિવિધ ભવનો અને વહીવટી કચેરીના સ્થળે પહોંચવા હાલ એકમાત્ર વિકલ્પ ચાલતા જવાનો છે. પોતાના વાહન વગર પરિસરમાં કામો નિપટાવવા મોટાભાગનો સમય ચાલવામાં નિકળે તેમજ ગરમીમાં પરેશાન થઇ જવાય છે. જેથી યુનિવર્સિટી પરિસરમાં ઇ-રીક્ષા શરૂ કરવા નવનિયુકત સેનેટ સભ્ય ડો. અવની આલે
 
પાટણ: યુનિવર્સિટી પરિસરમાં ઇ-રીક્ષા શરૂ કરવા ડો.અવની આલની રજૂઆત

અટલ સમાચાર,મહેસાણા

પાટણ સ્થિત યુનિવર્સિટી પરિસરમાં દૈનિક વિદ્યાર્થીઓ સહિતના અનેક મુલાકાતીઓ આવતા હોય છે. વિવિધ ભવનો અને વહીવટી કચેરીના સ્થળે પહોંચવા હાલ એકમાત્ર વિકલ્પ ચાલતા જવાનો છે. પોતાના વાહન વગર પરિસરમાં કામો નિપટાવવા મોટાભાગનો સમય ચાલવામાં નિકળે તેમજ ગરમીમાં પરેશાન થઇ જવાય છે. જેથી યુનિવર્સિટી પરિસરમાં ઇ-રીક્ષા શરૂ કરવા નવનિયુકત સેનેટ સભ્ય ડો. અવની આલે માંગ કરી છે.

પાટણ: યુનિવર્સિટી પરિસરમાં ઇ-રીક્ષા શરૂ કરવા ડો.અવની આલની રજૂઆત

હેમચન્દ્રાચાર્ય યુનિવર્સિટી વિશાળ મેદાનમાં પથરાયેલી છે. વિવિધ ભવનો, વહીવટી કચેરી, પોસ્ટ ઓફીસ, બેંક, રમત-ગમતનું મેદાન સહિતના સ્થળોએ વિદ્યાર્થીઓ અને મુલાકાતી આવતા રહે છે. જે કોઇ વાહન વગર આવે તેઓને ઉનાળામાં બે સ્થળો વચ્ચેનું અંતર પુર્ણ કરતા સમય અને શારીરીક રીતે બોજ પડે છે. આથી વિશાળ પરિસરમાં ઇ-રીક્ષા શરૂ કરવાની માંગ ઉઠી છે.

રાજય સરકાર ઘ્વારા નોમિનેટ સેનેટ સભ્ય ડો.અવની આલે કુલપતિ અનિલ નાયકને મળી લેખિત રજૂઆત કરી છે. જેમાં યુનિવર્સિટી પરિસરમાં ઇ-રીક્ષા શરૂ કરી મુલાકાતીઓને રાહત આપવા જણાવ્યુ છે. આથી આગામી દિવસોમાં હેમચન્દ્રાચાર્ય યુનિવર્સિટી પરિસરમાં ઇ-રીક્ષા શરૂ થાય તો નવાઇ નહી !