પાટણ : વરસાદથી લીલા દુષ્કાળ જેવી સ્થિતિ, ખેતીને ભારે નુકશાન

અટલ સમાચાર, પાટણ તેમાં ઉત્તર ગુજરાતનાં પાટણ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. પાટણ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદે તબાહી મચાવી છે. વરસાદી પાણીએ ખેતરોમાં કાળો કહેર મચાવી રહ્યા છે. જિલ્લામાં ચાલુ વર્ષે 35,207 હેકટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. જેમાં 17 હજાર હેકટર માત્ર બીટી કપાસનું વાવેતર નોંધાયું છે. ત્યારે ભારે વરસાદથી ખેતરોમાં કેડસમા
 
પાટણ : વરસાદથી લીલા દુષ્કાળ જેવી સ્થિતિ, ખેતીને ભારે નુકશાન

અટલ સમાચાર, પાટણ

તેમાં ઉત્તર ગુજરાતનાં પાટણ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. પાટણ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદે તબાહી મચાવી છે. વરસાદી પાણીએ ખેતરોમાં કાળો કહેર મચાવી રહ્યા છે. જિલ્લામાં ચાલુ વર્ષે 35,207 હેકટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. જેમાં 17 હજાર હેકટર માત્ર બીટી કપાસનું વાવેતર નોંધાયું છે. ત્યારે ભારે વરસાદથી ખેતરોમાં કેડસમા પાણી ભરાતા ખેતીને નુકશાન પહોંચ્યુ છે.

પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાંય દિવસોથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ભારે વરસાદનાં કારણેથી લીલો દુષ્કાળ જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે, તો સાથે સાથે ભારે વરસાદ વરસતાં ખેતીને નુકશાન પહોંચતા ખેડૂતોની ચિંતા વધી છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાતાં પાકને નુકશાન પહોંચ્યુ છે ત્યારે સરકાર દ્વારા સર્વે હાથ ધરી સહાય આપવાની માંગ ખેડૂતો કરી રહયા છે.

પાટણ : વરસાદથી લીલા દુષ્કાળ જેવી સ્થિતિ, ખેતીને ભારે નુકશાન
Advertise

રાધનપુર, સમી, હારીજ, સરસ્વતી સહિતના વિસ્તારોમાં હજુય ખેતરોમાં પાણી ઓસર્યા નથી. જેના કારણે ખેતીના પાકને નુકશાન પહોંચ્યું છે. ખેડૂતોની હાલત કફોડી બની છે. આ પરિસ્થિતિમાં કપાસ, જુવાર, બાજરીના પાકને વ્યાપક નુકશાન થયાનો અંદાજ સેવાઇ રહ્યો છે. ત્યારે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આ વિસ્તારમાં સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી આ વિસ્તારના ખેડૂતો માંગ કરી રહયા છે.