પાટણઃ ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા ઈ-રોજગાર ભરતી મેળાનું આયોજન

અટલ સમાચાર, પાટણ જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળી રહે તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા જિલ્લા કક્ષાના ઈ-રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના વાયરસ મહામારીના સમયમાં જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારીની પૂરતી તક મળી રહે તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા.૧૪ ઓક્ટોબરના રોજ સવારે ૧૧.૩૦ કલાકે જિલ્લા
 
પાટણઃ ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા ઈ-રોજગાર ભરતી મેળાનું આયોજન

અટલ સમાચાર, પાટણ

જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળી રહે તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા જિલ્લા કક્ષાના ઈ-રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના વાયરસ મહામારીના સમયમાં જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારીની પૂરતી તક મળી રહે તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા.૧૪ ઓક્ટોબરના રોજ સવારે ૧૧.૩૦ કલાકે જિલ્લા કક્ષાના ઈ- મેગા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઈ-મેગા રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે http://page.pe/fZXx6M લીંક પર તા. ૧૨ ઓક્ટોબર પહેલા ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. પાટણ જિલ્લાના ધોરણ ૧૦ અથવા આઈ.ટી.આઈ પાસથી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની લાયકાત અને ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો ઈ-મેગા રોજગાર ભરતી મેળામાં ભાગ લઈ શકશે. જેમાં ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા ટેલીફોનિક અથવા વિડિયો કૉલના માધ્યમથી ઈન્ટર્વ્યુ લેવામાં આવશે.