આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

યુનિવર્સિટી કન્વેન્શન હોલ, યુનિવર્સિટી કેમ્પસ, પાટણ ખાતે વિડીયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) રાજ્યના 45.000 આવાસો ઇ-લોકાર્પણ પૈકી પાટણ જિલ્લાના 1722 લાભાર્થીઓને સામુહિક ઇ-ગૃહપ્રવેશ તેમજ મુખ્યમંત્રી ગ્રામોદય યોજનાના 2 લાખ લાભાર્થીઓ પૈકી પાટણ જિલ્લાના 666 લાભાર્થીઓનું ઉદ્યોગ સાથે જોડાણના જોબવર્ક અને નિમણૂકપત્ર વિતરણ સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ મોહનભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. પારેખ, કંડલા પોર્ટના ટ્રસ્ટી ભરતભાઇ રાજગોર, મનોજભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાટણ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 10,139 આવાસ બનાવવાનો લક્ષાંક ફાળવેલ તે પૈકી 9,035 આવાસો પૂર્ણ થયેલ છે. જેમાં મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય 6 માસમાં આવાસ પૂર્ણ કરનાર 151 લાભાર્થીઓને રૂપિયા 20 હજારની સહાયના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. મનરેગા યોજના અંતર્ગત રૂ. 17,280 મજૂરી પેટે તેમજ સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત બાંધકામ માટે રૂ. 12,000 એમ કુલ 1,49,280ની રકમ યોજના અંતર્ગત આવાસ બાંધકામ પેટે લાભાર્થીને સહાય ચૂકવવામાં આવે છે.

મહિલાઓના આર્થિક સશક્તિકરણને વધુ સઘન બનાવવા ગુજરાત સરકારે મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અમલમાં મુકી છે. જિલ્લામાં એન્કર એજન્સી પસંદ કરી ગ્રામ્ય ગરીબ ભાઇઓ અને બહેનોને રોજગારી અને જોબવર્ક પૂરું પાડવામાં આવે છે. વિવિધ સેક્ટર જેવા કે, ફૂડ પ્રોસેસિંગ, ટેક્ષટાઇલ, એન્જિનિયરીંગ, સીરામીક, પેકેજીંગ, હેન્ડીક્રાફ્ટ સંલગ્ન સંસ્થાઓ સાથે જોડાણ કરી 12 એજન્સી દ્વારા 666 લાભાર્થીઓને જોબવર્ક અને રોજગારી પૂરી પાડવાના નિમણૂકપત્ર એનાયત કરાયા હતા.

આ પ્રસંગને અનુરૂપ પાટણ જિલ્લાના પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ના 9 લાભાર્થીઓને મુખ્યમંત્રી દ્વારા આવાસની ચાવીની સોંપણી, મુખ્યમંત્રી આવાસ યોજનાના 3 લાભાર્થીઓને ચેક વિતરણ, મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત ઉદ્યોગો સાથે સીધા જોડવામાં આવેલ 9 મહિલા લાભાર્થીઓને જોબવર્ક પત્રોનું વિતરણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગરીબોના બેલી છે. વર્ષ 2022 સુધીમાં દરેક પરિવારને પોતાનું ઘર ઉપલબ્ધ બનશે. ગરીબ વર્ગ માટે પેન્શન યોજના અમલમાં મૂકી પાટણ જિલ્લાને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 100 ટકા કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ભારત સરકાર અને રાજ્ય સરકારની ગરીબો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. દરેક યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ખેડૂતો માટે અછતના ચેક, ખેડૂત કૃષિ ઇનપુટ સહાય ચેક આપી ખેડૂતો માટેરાજય સરકાર મદદરૂપ બની છે.

મહાનુભાવો દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસની ચાવીની સોંપણી, ચેક વિતરણ, જોબવર્ક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દિનેશભાઇ પરમારે સ્વાગત પ્રવચન કરી યોજનાની રૂપરેખા રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ, ગ્રામોદય યોજનાના લાભાર્થીઓ અને કર્મચારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code