File photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ સંસદીય મતદાર વિભાગમાં ચૂંટણી લડતા ઉમેદવારોએ ભારતની ચૂંટણીપંચની સૂચનાનુસાર ચૂંટણીના સમયગાળા
દરમ્યાન ઓછામાં ઓછા ત્રણ વખત કરેલ ચૂંટણી ખર્ચના હિસાબોના રજીસ્ટરની ચકાસણી ખર્ચ નિરિક્ષક, ચૂંટણી અધિકારી દ્વારા કરવાની થાય છે. જે અંતર્ગત ૧૨ એપ્રિલના રોજ કોન્ફરન્સ હોલ કલેકટર કચેરી પાટણ ખાતે પાટણ સંસદીય મતદાર વિભાગના ખર્ચ નિરિક્ષક તારીક મબૂદ(આઇ.આર.એસ) તથા મયંકકુમાર (આઇઆરએસ) દ્વારા ઉમેદવારોના ખર્ચ રજીસ્ટરોનીચકાસણી કરવામાં આવી હતી. જેમાં હાજર રહેલ ૧૧ ઉમેદવારોના ખર્ચ રજીસ્ટરો ચકાસવામાં આવેલ તથા એક ઉમેદવાર ભોરણીયા સોયબભાઇ હાશમભાઇ, ભોરણીયા વાસ, ડુગરીયાસણ, તા.સિધ્ધપુર, પાટણ ગેરહાજર રહી હિસાબ રજુ ન કરતાં તેઓને ૪૮ કલાકમાં હિસાબ રજુ કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પાટણ દ્વારા નોટીસ પાઠવવામાં આવેલ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code