પાટણ: રોજગાર વિનિમય કચેરી દ્વારા મૅગા રોજગાર ભરતી મેળાનું આયોજન

અટલ સમાચાર,પાટણ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે એમ.કે.એન્જીનીયરીંગ કૉલેજ ખાતે મૅગા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા ખાલી પડેલી જગ્યાઓ પર રોજગાર આપવા માટે સ્થળ પર જ ઈન્ટર્વ્યુ લઈ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. આ મૅગા રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માંગતા પાટણ જિલ્લાના ધોરણ ૧૦ પાસ,
 
પાટણ: રોજગાર વિનિમય કચેરી દ્વારા મૅગા રોજગાર ભરતી મેળાનું આયોજન

અટલ સમાચાર,પાટણ

જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે એમ.કે.એન્જીનીયરીંગ કૉલેજ ખાતે મૅગા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા ખાલી પડેલી જગ્યાઓ પર રોજગાર આપવા માટે સ્થળ પર જ ઈન્ટર્વ્યુ લઈ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે.

આ મૅગા રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માંગતા પાટણ જિલ્લાના ધોરણ ૧૦ પાસ, આઈટીઆઈ પાસથી ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા ૧૮ થી ૩૦ વર્ષની વયજુથના રોજગારવાંચ્છુ ઉમેદવારોએ તા.૧૨/૦૬/૨૦૧૯ ને બુધવારના રોજ એમ.કે.એન્જીનીયરીંગ કૉલેજ, ટી.બી.ત્રણ રસ્તા નજીક, પાટણ-ડીસા હાઈવે ખાતે સવારે ૦૯.૩૦ કલાકે હાજર રહેવા જણાવવામાં આવે છે. જ્યાં અલગ અલગ ખાનગી ક્ષેત્રના નોકરીદાતા ઑપરેટર, ટ્રેઈની, મશીન ઑપરેટર, લાઈન ઑપરેટર, ટેલી કૉલર, વેલ્ડર, ફિટર જેવા વિવિધ સંવર્ગમાં ખાલી પડેલી જગ્યાઓ પર રોજગાર આપવા સ્થળ પર જ ઈન્ટર્વ્યુ લઈ હાજર રહેલ ઉમેદવારોમાંથી લાયક ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરશે.

મૅગા રોજગાર ભરતી મેળામાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઈન્ટર્વ્યુમાં ઉપસ્થિત થવાનું રહેશે. આ સાથે તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ્સ તેમજ ૬ થી ૭ નકલ બાયોડેટા સાથે ઈન્ટર્વ્યુમાં હાજર રહેવા જણાવવામાં આવે છે. રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તેવા ઉમેદવારો પણ આ મૅગા રોજગાર ભરતી મેળામાં ભાગ લઈ શકશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઉમેદવારો કે નોકરીદાતાઓએ કોઈ પણ પ્રકારની ફી કે ચાર્જ આપવાનો રહેશે નહીં.