file photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.જી. પ્રજાપતિએ પાટણ જિલ્લામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તા. ૨૨.૦૩.૧૯ થી તા. ૨૬.૦૪.૧૯ દરમ્યાન વિવિધ પરીક્ષાઓ પાટણ જિલ્લાના કેન્દ્રો પર લેવાશે. પાટણ જિલ્લામાં આવેલ કેન્દ્રો પર લેવાનાર યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓનું પાલન સ્વાભાવિક રીતે શાંત અને સરળતાથી થાય તથા સદરહું પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓ શાંતિથી એખલાસભર્યા વાતાવરણમાં નિર્ભયતાથી કોઈપણ જાતની ગેરરીતિ કરવાના પ્રલોભનમાં દોરવાયા સિવાય પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શકે તેમ જ પરીક્ષાખંડમાં નિરીક્ષકો કોઈપણ જાતના ભય અને ત્રાસ વગર નિરિક્ષણ કાર્ય કરી શકે અને અશાંત પરિસ્થિતિ ઊભી થાય નહીં તે સારું પાટણ જિલ્લાના પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા માટે ઉપયોગમાં લેવાનાર તમામ મકાનો તથા તેના કમ્પાઉન્ડની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઇ અસામાજિક તત્વો કે અધિકૃત વ્યક્તિ કે વ્યક્તિઓ દાખલ થાય નહીં તે સારું ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ ૧૪૪ મુજબ પગલા લેવા માટે પુરતું કારણ છે અને તેમ થતું અટકાવવાનું તાત્કાલિક ઇચ્છનીય છે.

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ મુજબ તારીખ ૨૨.૦૩.૧૯ થી તા. ૨૬.૦૪.૧૯ દરમ્યાન સવારે ૧૦.૦૦ કલાકથી સાંજના ૬.૦૦ કલાક સુધી પરીક્ષા માટેના તમામ પરીક્ષા કેન્દ્રો અને પરીક્ષાના સ્થળોના મકાનો તથા તેના કંપાઉન્ડની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઇ અસામાજિક તત્વોએ અધિકૃત વ્યક્તિ કે વ્યક્તિઓ દાખલ થવું નહીં અને પરીક્ષાની કામગીરીમાં દખલગીરી કરવી નહીં. સદરહું આદેશ પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓને, પરીક્ષાની કામગીરીમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓને, પરીક્ષાની કામગીરી માટે અધિકૃત કરાયેલા કામગીરીમાં રોકાયેલા સરકારી અધિકારી-કર્મચારીઓને, જિલ્લા મેજીસ્ટ્રેટ-પાટણ, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ-પાટણ, સિધ્ધપુર, સમી, રાધનપુર દ્વારા હુકમ કરવામાં આવે તેમને લાગુ પડશે નહીં. સદરહુ હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતીય ફોજદારી અધિનિયમની કલમ ૧૮૮ શિક્ષાને પાત્ર થશે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code