પાટણ: ફેસ માસ્કનું બ્લેકમાર્કેટીંગ કરતા વેપારીઓ સામે કરાશે દંડાત્મક કાર્યવાહી

અટલ સમાચાર, પાટણ જાહેરમાં થુંકનાર પાસેથી વસુલાશે રૂ.500નો દંડ, સરકારી કચેરીઓ સહિતના જાહેર સ્થળોએ સેનિટાઈઝેશનની વ્યવસ્થા કરવા સુચના કોરોના વાયરસCOVID-19 ની ભવિષ્યની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની ત્વરીત કામગીરીના ભાગરૂપે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન અંતર્ગત વિવિધ રોગ નિયંત્રણ કામગીરી
 
પાટણ: ફેસ માસ્કનું બ્લેકમાર્કેટીંગ કરતા વેપારીઓ સામે કરાશે દંડાત્મક કાર્યવાહી

અટલ સમાચાર, પાટણ

જાહેરમાં થુંકનાર પાસેથી વસુલાશે રૂ.500નો દંડ, સરકારી કચેરીઓ સહિતના જાહેર સ્થળોએ સેનિટાઈઝેશનની વ્યવસ્થા કરવા સુચના

કોરોના વાયરસCOVID-19 ની ભવિષ્યની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની ત્વરીત કામગીરીના ભાગરૂપે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન અંતર્ગત વિવિધ રોગ નિયંત્રણ કામગીરી અંગે સંલગ્ન વિભાગના અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી.

જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે, કોરોના વાયરસનો ચેપ લાગતો અટકાવવા અને રોગ નિયંત્રણ માટે સેનિટાઈઝેશન પ્રાથમિક ઉપાય છે. બેંક, યુનિવર્સિટી તથાસરકારી કચેરીઓ જેવા જાહેર સ્થળોએ સેનેટાઈઝેશનની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. ફેસ માસ્ક તથા હેન્ડ સેનેટાઈઝર્સ એસેન્શિયલ કોમોડિટી હોઈ તેનું બ્લેક માર્કેટીંગ કરી ઉંચા ભાવે વેચનાર વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસનો ચેપ ડ્રોપલેટ ઈન્ફેક્શન એટલે કે સંક્રમિત વ્યક્તિના કે વસ્તુના સંપર્કમાં આવવાથી લાગતો હોવાથી સંક્રમિત વ્યક્તિના થુંકવાના કારણે રોગના ફેલાવાની શક્યતાને ધ્યાનમાં રાખી જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના કડક અમલીકરણ માટે જાહેરમાં થુંકનાર વ્યક્તિ પાસેથી રૂ.500નો દંડ વસુલ કરવામાં આવશે. સાથે સાથે શ્વાચ્છોશ્વાસ તથા સ્પર્શથી થતો ફેલાવો અટકાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર રેલી, સરઘસ અને સભાઓને પરવાનગી ન આપવા તથા ખાનગી મેળાવળાઓ ટાળવા અપીલ કરવા અંગે સબંધિત વિભાગના અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી.

પાટણ: ફેસ માસ્કનું બ્લેકમાર્કેટીંગ કરતા વેપારીઓ સામે કરાશે દંડાત્મક કાર્યવાહી
File Photo

શિક્ષણ વિભાગના પરીપત્ર મુજબ જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટી તથા આંગણવાડીઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા આપવામાં આવેલી સુચનાનો અમલ સુનિશ્વિત કરવા સુચના આપી હતી. સાથે સાથે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને ખાનગી કોચીંગ અને ટ્યુશન ક્લાસીસના સંચાલકો સાથે બેઠક યોજી આગામી તા.31 માર્ચ સુધી શૈક્ષણિક કાર્યની મોકુફી અંગે અપીલ કરવા સુચના આપી હતી.

પાટણ: ફેસ માસ્કનું બ્લેકમાર્કેટીંગ કરતા વેપારીઓ સામે કરાશે દંડાત્મક કાર્યવાહી
file photo

રોગ નિયંત્રણ માટે સૌથી અગત્યની બાબત આરોગ્ય શિક્ષણ પર ભાર મૂકતાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં ડોર-ટુ-ડોર જઈ સેનિટાઈઝેશન અને સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ કેળવવા આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવશે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કોરાના વાયરસના રોગ અટકાયત અને નિયંત્રણ માટે એપેડેમિક ડીસીઝ એક્ટ અન્વયે પરીપત્ર દ્વારા ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન 2020 લાગુ કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા સંલગ્ન વિભાગના તમામ અધિકારીઓને સંકલનમાં રહી પાટણ જિલ્લામાં તેના સુચારૂ અમલ અને રોગ નિયંત્રણના સઘન અટકાયતી પગલા હાથ ધરવા અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, અધિક નિવાસી કલેક્ટર એન.ડી.પરમાર, તમામ પ્રાંત અધિકારીઓ, જિલ્લા શિક્ષણાધિકારી એ.પી.ઝાલા, જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રીટાબેન પંડ્યા, આરોગ્ય વિભાગના અધિકારીઓ, તમામ ચીફ ઑફિસરો, ડિઝાસ્ટર શાખાના મામલતદાર હિતેશભાઈ રાવલ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.