પાટણ: બનાવટી પોલીસનો સ્વાંગ રચી ઠગાઇ કરતી ટોળકી પકડાઇ

અટલ સમાચાર,પાટણ પાટણ જીલ્લામાં એક ટોળકી નકલી પોલીસ બની હાઇવે પરથી પસાર થતા લોકો પાસે પૈસા પડાવતા હોવાની ફરીયાદ જીલ્લા પોલીસ વડા શોભા ભુતડાને મળતા તેમને સુચના કરતા પાટણ પોલીસે એક નકલી પોલીસ અધિકારી બની લોકોને છેતરતા ત્રણ ઇસમોને પકડી પાડયા છે. વધુ વિગત અનુસાર પાટણ ખાતે જય અંબે રેત સપ્લાયર્સના માલિક પરેશભાઇ રાવલે પોલીસને
 
પાટણ: બનાવટી પોલીસનો સ્વાંગ રચી ઠગાઇ કરતી ટોળકી પકડાઇ

અટલ સમાચાર,પાટણ

પાટણ જીલ્લામાં એક ટોળકી નકલી પોલીસ બની હાઇવે પરથી પસાર થતા લોકો પાસે પૈસા પડાવતા હોવાની ફરીયાદ જીલ્લા પોલીસ વડા શોભા ભુતડાને મળતા તેમને સુચના કરતા પાટણ પોલીસે એક નકલી પોલીસ અધિકારી બની લોકોને છેતરતા ત્રણ ઇસમોને પકડી પાડયા છે.

પાટણ: બનાવટી પોલીસનો સ્વાંગ રચી ઠગાઇ કરતી ટોળકી પકડાઇ

વધુ વિગત અનુસાર પાટણ ખાતે જય અંબે રેત સપ્લાયર્સના માલિક પરેશભાઇ રાવલે પોલીસને ખાનગી બાતમી આપી હતી કે, એક ટોળકી સફેદ કલરની ગાડી લઇ પાટણ-શિહોરી હાઇવે રોડ ઉપર ભુતીયાવાસણા ગામ નજીક પોતે કાઇમ બ્રાન્ચના અધિકારી હોવાની ખોટી ઓળખાણ આપી રસ્તે આવતા વાહનોનું ચેકિંગ કરે છે. જેથી પાટણ તાલુકા પોલીસે હકિકતને આધારે પંચો સાથે વોચ ગોઠવી બાતમીની જગ્યાથી ડાભી પ્રવિણસિંહ લીલાજી,રહે. સિપોર,તા.વડનગર, ઠાકોર બલાજી ઉર્ફે બળવંતજી ખેંગારજી રહે. ડાભી.તા. ઉંઝા તથા ઠાકોર ભારતજી અરજણજી રહે. સાંપા,તા. સરસ્વતી ને એક સફેદ કલરની ટાવેરા ગાડીને લઇ જાહેર રોડ ઉપર પોતે પોલીસ ન હોવા છતા પણ રસ્તે આવતા જતા વાહનો તથા ડમ્પરોને તપાસ કરી ચેકિંગ કરતા હોય અને પોતે દિલ્હી કાઇમ બ્રાન્ચ તથા કાઇમ ઇન્ફોરમેશનના અધિકારી હોવાનું જણાવી ખોટા આઇડી બતાવી રાહદારી માણસો સાથે ઠગાઇ કરતા પકડાઇ ગયા હતા. જેથી પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.