પાટણ: ફૂલગુલાબી ઠંડીની શરૂઆતથી ખેડુતોએ શિયાળુપાકનું વાવેતર શરૂ કર્યુ

અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લામાં સતત વરસાદ વરસવાના પગલે ખેતરોમાં ઉભા પાકમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેને લઇ સમગ્ર જીલ્લામાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. તો બીજી તરફ જીલ્લાના ખેડુતોએ ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થતા જ શિયાળુપાકનું વાવેતર કરવાની તૈયારી હાથ ધરી છે. ખાસ કરીને જીલ્લાના વઢીયાર પંથકમાં મોટાભાગના ખેડુતો જીરાનો પાક કરતા હોઇ
 
પાટણ: ફૂલગુલાબી ઠંડીની શરૂઆતથી ખેડુતોએ શિયાળુપાકનું વાવેતર શરૂ કર્યુ

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લામાં સતત વરસાદ વરસવાના પગલે ખેતરોમાં ઉભા પાકમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેને લઇ સમગ્ર જીલ્લામાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. તો બીજી તરફ જીલ્લાના ખેડુતોએ ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થતા જ શિયાળુપાકનું વાવેતર કરવાની તૈયારી હાથ ધરી છે. ખાસ કરીને જીલ્લાના વઢીયાર પંથકમાં મોટાભાગના ખેડુતો જીરાનો પાક કરતા હોઇ પાક સારો રહે તેવી ખેડુતો આશા રાખી રહ્યા છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

પાટણ જીલ્લાના ચાણસ્મા, હારીજ, સમી, રાધનપુર, સાંતલપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. જેમાં ખાસ કરી કપાસ, એરંડા, બાજરી સહિતના ખરીફ પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે. ચાલુ વર્ષે વરસાદ મન મુકીને વરસતા ખેતરોમાં હજુ પણ પાણી અને ભેજ હોવાને પગલે કેટલાક ખેડૂતોએ ખેતરો સૂકવાની રાહ જોઈને બેઠા છે. તો કેટલાક ખેડૂતોએ ખેતરો ખેડવાની શરૂઆત કરી દીધી છે અને દિવાળી બાદ જીરાનું વાવેતર શરૂ થશે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જીરાના પાકમાં એક વિઘે 5 થી 6 હજારનો ખર્ચ થાય છે. પરંતુ તેની સામે ભાવ મળતા ન હોવાથી ખેડુતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જીલ્લાના ખેડુતો હાલ તો ખેડ, પુખવા, પિયતની કામગીરીમાં જોડાયા છે. પરંતુ ભેજવાળી જમીન હોવાને પગલે પાકમાં નુકસાન થઈ શકે તેમ છે. કારણ કે ભેજવાળી જમીનમાં રોગ આવે તેવી પણ સંભાવના છે.