પાટણઃ નવજીવન ચોકડી પર રૂ.27 કરોડના ખર્ચે ફ્લાયઓવરબ્રીજ બનશે

અટલ સમાચાર, પાટણ પાટણ શહેરમાંથી પસાર થતા ચાણસ્માથી ડિસા સુધીના રોડ પર આવેલ નવજીવન ચોકડી પર ફ્લાયઓવર બ્રીજ બનાવવામાં આવશે. આગામી ૧૩ ફેબ્રુઆરીના રોજ રૂ.૨૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ફ્લાયઓવર બ્રીજનું નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો પાટણની નવજીવન ચોકડી પાસે વધતી જતી ટ્રાફિકની સમસ્યા
 
પાટણઃ નવજીવન ચોકડી પર રૂ.27 કરોડના ખર્ચે ફ્લાયઓવરબ્રીજ બનશે

અટલ સમાચાર, પાટણ

પાટણ શહેરમાંથી પસાર થતા ચાણસ્માથી ડિસા સુધીના રોડ પર આવેલ નવજીવન ચોકડી પર ફ્લાયઓવર બ્રીજ બનાવવામાં આવશે. આગામી ૧૩ ફેબ્રુઆરીના રોજ રૂ.૨૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ફ્લાયઓવર બ્રીજનું નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણની નવજીવન ચોકડી પાસે વધતી જતી ટ્રાફિકની સમસ્યા નિવારવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફ્લાયઓવર બ્રીજ બનાવવામાં આવશે. ચાણસ્માથી ડિસા સુધીના રાજ્ય ધોરીમાર્ગ પર વધતા જતા ટ્રાફિક અને તેના કારણે પાટણના નગરજનોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખી રૂ.૨૭ કરોડના ખર્ચે ૭૦૬ મીટર લાંબા ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવશે. શહેરના ટ્રાફિકને નડતરરૂપ થયા વગર ચાણસ્માથી ડીસા રોડ પરના વાહનો બાયપાસ જઈ શકશે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા આગામી તા.૧૩ ફેબ્રુઆરીના રોજ એ.પી.એમ.સી. પાટણ પાસે ઓવરબ્રીજનું ભૂમિપૂજન કરવામાં આવશે. જેમાં પાટણના સંસદસભ્ય ભરતસિંહજી ડાભી તથા પાટણના ધારાસભ્ય ડૉ.કિરીટભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. ટૂંક સમયમાં જ આ ઓવરબ્રીજના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવશે. વધુમાં પાટણ નગરપાલિકા પાસે રૂ.૪૫ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલી અત્યાધુનિક સુવિધાઓયુક્ત કાનૂની માપ વિજ્ઞાન કચેરીનોનાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ સમારોહ યોજાશે.