આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લાના વિકાસશીલ તાલુકાઓના યુવક યુવતીઓને વ્યવસાયલક્ષી તાલીમ મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા સરસ્વતિ તાલુકાના વાગડોદ ખાતે સરકારી આઈ.ટી.આઈ ની સ્થાપના કરવામાં આવી છે. આઈ.ટી.આઈ વાગડોદ ખાતે ભરતીસત્ર ઓગષ્ટ – 2019માં પ્રવેશ મેળવવા માગતા ઉમેદવારો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

ભરતીસત્રમાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો માટે ચોથા રાઉન્ડ માટે 13 સપ્ટેમ્બર સુધીમાં ઑનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા આચાર્ય, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વાગડોદની દ્રારા જણાવાયું છે.

 

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code