આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

પાટણ શહેરમાં જમિયત ઉલ્મા એ હિન્દ (મોલાના અરશદ મદની) ગ્રુપ દ્વારા પાટણ શહેરની તાહેરીયા પ્રાથમિક શાળામાં ૧૭ માર્ચ ૨૦૧૯ના રોજ પ્રથમ વિના મૂલ્યે મેડીકલ ચેકઅપ કેમ્પ પાટણ શહેરના નામાંકિત ડોક્ટરોના સહકાર થી આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પાટણ શહેરના હિન્દુ તથા મુસ્લિમ ભાઇઓ તથા બહેનો એ ૫૯૨ ‌જેટલા લાભાર્થીઓએ ફિજીશીયન, સર્જન, ગાયનેક, ઓર્થોપેડીક, ડેન્ટલ, એમ.ડી સર્જનની સારવાર મેળવવવાનો લાભ લીધો હતો. સાથે ૫૯૨ લાભાર્થીઓને વિના મુલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે પાટણ શહેરના નામાંકિત ડોક્ટરો સર્જન આકાશભાઇ અગ્રવાલ, ફિજીશિયન સંદિપભાઈ પટેલ, ગાયનેક અનિશભાઈ પંચાલ, પિડીયાટીક દ્ધારકેશભાઈ પ્રજાપતિ, ઓર્થોપેડીક પુલકિતભાઈ મોદી, ડેન્ટલ ભૂપતસિંહ રાજપૂતે સેવાઓ આપી હતી. જેમાં પાટણમાં મુખ્ય સમસ્યા હાડકાંના રોગોના ૨૦૦ ઉપરાંત દર્દીઓ આ કેમ્પમાં નોંધણી કરાવી હતી અને જેઓને સારવાર તેમજ વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગને સફળ બનાવવા સંસ્થાના હોદેદારો સિરાજભાઈ ફત્તેહ, હાજી ઈબાહીમ, મોલાના વશીમશાબ,જીયાભાઈ ફારૂકી, અબ્દુલ, ઉફભાઈ ઈલ્યાસભાઈ,પનાઞર મારૃફભાઈ સૈયદ અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

19 Oct 2020, 9:25 AM (GMT)

COVID-19 Global Stats

40,566,542 Total Cases
1,121,553 Death Cases
30,279,994 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code