પાટણઃ આશીર્વાદ સાર્વજનિક વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ફ્રીમા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

અટલ સમાચાર, પાટણ પાટણ શહેરનાં અકબરી લોજ પાસે આવેલ સલવાતી હોસ્પિટલમાં આશીર્વાદ સાર્વજનિક વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ગાયનેક તથા દાંતનાં ડોક્ટરનો વિનામુલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં સમગ્ર વિસ્તારમાંથી કુલ ૧૨૮ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. અને સ્થળ ઉપર જ જેતે દર્દીને વિનામુલ્યે દવા પણ આપવામાં આવેલ તેમજ પાટણ શહેરનાં દાંતના ડૉ. દિલીપ દેસાઇ
 
પાટણઃ આશીર્વાદ સાર્વજનિક વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ફ્રીમા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

અટલ સમાચાર, પાટણ

પાટણ શહેરનાં અકબરી લોજ પાસે આવેલ સલવાતી હોસ્પિટલમાં આશીર્વાદ સાર્વજનિક વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ગાયનેક તથા દાંતનાં ડોક્ટરનો વિનામુલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં સમગ્ર વિસ્તારમાંથી કુલ ૧૨૮ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. અને સ્થળ ઉપર જ જેતે દર્દીને વિનામુલ્યે દવા પણ આપવામાં આવેલ તેમજ પાટણ શહેરનાં દાંતના ડૉ. દિલીપ દેસાઇ તથા ગાયનેક ડૉ. સામિયા મન્સુરીએ આ કેમ્પ વિનામૂલ્યે સેવા આપી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આશીર્વાદ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મરૂફ સૈયદ તથા જ. સેકેટ્રી ઇસ્માઇલ મન્સુરી એ ડૉ. સામિયા મન્સુરીનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતુ. તથા ઉપ પ્રમુખ યુસુફ પઠાણે ડૉ. દિલીપ દેસાઇનું સાલ ઓઢાડી સન્માન કરેલ તથા કૅમ્પને સફળ બનાવવા આશીર્વાદ સાર્વજનિક વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી આરીજ સૈયદ, સભ્ય જમાલ ભાઈ સોદાગર તથા તેમની ટીમ દ્વારા ખડેપગે હાજર રહી જહેમત ઊઠાવી હતી. તેમજ આ પ્રસંગે સલવાતી હોસ્પિટલનાં વહીવટ કર્તા મો.યુનુસ તથા આ કેમ્પમાં સાથ સહકાર આપનાર તમામનું પણ ટ્રસ્ટનાં પ્રમુખ તરફથી આભાર માનવામાં આવ્યો હતો. આમ ટ્રસ્ટના દરેક સભ્યોએ હાજર રહી આ કેમ્પને સફ બનાવ્યો હતો.