પાટણ લક્યુરિયસ ગાડી ચોરીઃખરીદનારાઓને આરોપી બનાવોઃધારાસભ્ય

અટલ સમાચાર, પાટણ પાટણના હાઈપ્રોફાઈલ ગાડી ચોરી મામલે પાટણ જિલ્લાના મંત્રી ધારાસભ્યોએ ખરીદનારાઓને આરોપી બનાવવા માંગ કરી છે. સોમવારે પત્રકારોને સંબોધતા કીરિટ પટેલ અને ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે, અનેક ઘટનાોમાંચોરીની વસ્તુ ખરીદનારાની સઘન પૂછપરછ અને સહ આરોપી લેવાય છે. જ્યારે પાટમમાં કોઈપણ પાર્ટીના આગેવાનો હોય તો પણ આરોપી બનાવો. પાટણમાં મોંઘી ગાડી ચોરી અને
 
પાટણ લક્યુરિયસ ગાડી ચોરીઃખરીદનારાઓને આરોપી બનાવોઃધારાસભ્ય

અટલ સમાચાર, પાટણ

પાટણના હાઈપ્રોફાઈલ ગાડી ચોરી મામલે પાટણ જિલ્લાના મંત્રી ધારાસભ્યોએ ખરીદનારાઓને આરોપી બનાવવા માંગ કરી છે. સોમવારે પત્રકારોને સંબોધતા કીરિટ પટેલ અને ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે, અનેક ઘટનાોમાંચોરીની વસ્તુ ખરીદનારાની સઘન પૂછપરછ અને સહ આરોપી લેવાય છે. જ્યારે પાટમમાં કોઈપણ પાર્ટીના આગેવાનો હોય તો પણ આરોપી બનાવો.

પાટણમાં મોંઘી ગાડી ચોરી અને ગેરકાયદેસર વેચાણ મામલે સ્થાનિક રાજકારણ ગરમાઈ રહ્યું છે. ધારાસભ્ય કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોર પ્રેસ કોન્ફરન્સ કરીને ચોરીનો માલ ખરીદનાર પણ સહ આરોપી હોવાને લઈ કાયદાકીય રીતે કડક કાર્યવાહીની માંગકરી હતી.

આ તરફ પોલીસને મામલો રાજકીય રંગ પકડતા સમગ્ર કેસમાં ફુંકી-ફુંકીને આગળ વધવાની નોબત આવી છે.  સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસને 20થી વધુ ગાડીઓના નંબર કોના-કોના નામે નોંધાયેલા છે તે સહિતની વિગતો મળી ગઈ હોવાથી તપાસ વેગવંતી બની શકે છે.