આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

આત્મા પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ લીધા બાદ વાર્ષિક 21,500 લીટર દૂધનું ઉત્પાદન કર્યું

અટલ સમાચાર, પાટણ

ગ્રામ્ય રોજગારી અને પૂરક આવક મેળવવા માટે ખેતી સાથે પશુ ઉછેર અને ડેરી વ્યવસાય અગત્યનું યોગદાન આપે છે. ખેડૂતની આવક બમણી થાય તેવા લક્ષ્યાંક સાથે રાજ્ય સરકાર દ્વારા કૃષિની સાથે સાથે પશુપાલન માટે પણ અનેકવિધ યોજનાઓ અમલીત છે. જિલ્લાના ટકાઉ કૃષિ વિકાસ માટે જિલ્લાની તમામ કૃષિ સંલગ્ન સંસ્થાઓની સાથે રહી ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત એગ્રીકલ્ચરલ ટૅક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) એ પાટણના ડેર ગામના વતની ગીતાબેન પટેલ માટે આશાનું નવું કિરણ જગાવ્યું છે. ખેતી સાથે પશુ ઉછેર દ્વારા ગીતાબેને વર્ષે રૂ. ત્રણ લાખની આવક મેળવી છે.

પશુપાલન એ ગામડાઓમાં ખેતીનો પૂરક વ્યવસાય છે. નાના અને સીમાંત ખેડૂતો માટે આજીવીકા વધારવાના મુખ્યસ્ત્રોત્ર તરીકે પશુ ઉછેર શ્રેષ્ઠ વિકલ્પ છે ત્યારે બે વર્ષ પહેલા આત્મા પ્રોજેક્ટમાં જોડાયેલા ગીતાબેન પટેલે ખેતી સાથે વધારાની રૂ.૦૩ લાખની આવક મેળવી છે. આંગણે માત્ર ૦૧ ગાયના પાલનથી શરૂઆત કરનાર ગીતાબેને માત્ર ચૌદ મહિના જેટલા ટૂંકા ગાળામાં બીજા પશુઓ ખરીદી હાલ ૨૩ પશુઓ થકી ૨૧,૫૦૦ લીટરથી વધુનું દૂધ ઉત્પાદન મેળવ્યું છે.

પોતાના પશુપાલન વ્યવસાય વિશે વાત કરતાં ગીતાબેન કહે છે કે, નવીન કૃષિ ટૅક્નોલોજી દ્વારા ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા બે વર્ષ પહેલા હું આત્મા પ્રોજેક્ટમાં જોડાઈ હતી. જ્યાં પ્રવાસ અને ક્ષેત્રિય મુલાકાતો દરમ્યાન ખેતીની સાથે પશુપાલન કરતાં ખેડૂતોના અનુભવો સાંભળ્યા બાદ આત્મા પ્રોજેક્ટ થકી પશુપાલન અંગે માહિતી, માર્ગદર્શન તથા તાલીમ મેળવ્યા બાદ ગીર ઓલાદની ગાય ઉછેરી, ત્યારબાદ તબક્કાવાર વધારે ગાયો તથા ભેંસો ખરીદી ખેતી સાથે દૂધ ઉત્પાદન દ્વારા વધારાની આવક મેળવી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code