આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાટણ

પાટણ લોકસભાની ચૂંટણી-૨૦૧૯ તા.૨૩/૦૪/૨૦૧૯ ના રોજ યોજાનાર છે. તે અંતર્ગત પાટણ લોકસભા બેઠક ઉપર ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીલક્ષી કામગીરીની જનરલ ઓબ્ઝર્વર સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ઓબ્ઝર્વર તારીક મબુદ અને મયંકકુમાર ની ઉપસ્થિતીમાં યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ ઓફિસરોની કામગીરી તેમજ ચૂંટણીલક્ષી કામગીરી માટે બનાવવામાં આવેલ વિવિધ ટીમોની કામગીરી તેમજ ચૂંટણીલક્ષી ટીમોની ટ્રેનીંગ, રાજકીયપક્ષો સાથેની બેઠક, બેંક અધિકારી સાથેની બેઠક, ખર્ચ મોનીટરીંગ અંગેની ચર્ચા પ્રેઝન્ટેશન દ્વારા રજુ કરવામાં આવી હતી. આ બેઠકમાં ઓબ્ઝર્વર તારીક મબુદએ જણાવ્યું હતુ કે, લોકસભા ચૂંટણીમાં આપનો રોલ મુખ્ય છે. શું કામગીરી નિભાવવાની છે? તે કામગીરીના તમો જાણકાર હોવા જોઇએ.

લોકસભા ચૂંટણી તટસ્થ અને નિરપક્ષ રીતે યોજાય તે પ્રકારની ચૂંટણીલક્ષી કામગીરી કરવા અધિકારીઓને સુચન કર્યુ હતું. બેઠકમાં ઓબ્ઝર્વર મયંકકુમારે જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી લોકશાહી પર્વ તરીકે માની કામગીરી કરવા જણાવ્યું હતું. અધિકારીઓએ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવવા અને સુચારૂ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખે ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીલક્ષી કરવામાં આવેલ કામગીરી અંગેનું પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન આપ્યુ હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર બી.જી.પ્રજાપતિ, ડી.આર.ડી.એ.ના નિયામક દિનેશભાઇ પરમાર તેમજ ચૂંટણીલક્ષી કામગીરીમાં ફરજ બજાવતા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code