પાટણ: માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત હેલ્મેટ અને પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, પાટણ પાટણની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે ૩૧ મો માર્ગ સલામતી સપ્તાહ ૨૦૨૦નું આયોજન પાટણ પ્રાંત અધિકારી સ્પનીલ ખરેના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું. જેમાં જનરલ સેક્રેટરી જીજ્ઞેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. ૩૧મો માર્ગ સલામતી સપ્તાહ ૨૦૨૦ વિદ્યાર્થીઓમાં ટ્રાફિકના નિયમોને લઈ અવરનેસ વધે તે માટે માર્ગદર્શન પુરુ પાડતો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. અટલ
 
પાટણ: માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત હેલ્મેટ અને પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, પાટણ

પાટણની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે ૩૧ મો માર્ગ સલામતી સપ્તાહ ૨૦૨૦નું આયોજન પાટણ પ્રાંત અધિકારી સ્પનીલ ખરેના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું. જેમાં જનરલ સેક્રેટરી જીજ્ઞેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. ૩૧મો માર્ગ સલામતી સપ્તાહ ૨૦૨૦ વિદ્યાર્થીઓમાં ટ્રાફિકના નિયમોને લઈ અવરનેસ વધે તે માટે માર્ગદર્શન પુરુ પાડતો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ પ્રસંગે પાટણ પ્રાંત અધિકારી સ્વનીલ ખરે જણાવ્યું હતું કે, ભારતમાં વાર્ષિક એક લાખથી પણ વધારે લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતા હોય છે, જેમાં દર મહિને આઠસો થી એક હજાર જેટલા લોકો ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા હોવાના કારણે અકસ્માતમાં મૃત્યુ પામે છે. આ કાર્યક્રમમાં અકસ્માતથી બચવા અને ટ્રાફીકના નિયમોના પાલનનાં હેતુથી હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઉતરાયણનો તહેવાર નજીકમાં હોવાથી ટ્રાફીકના નિયમો દર્શાવતાસૂત્રો લખેલા પતંગોનું વિદ્યાર્થીને વિતરણ કરવામાં આવ્યું હતું.

પાટણ: માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત હેલ્મેટ અને પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો

જનરલ સેક્રેટરી જીજ્ઞેશભાઈ શાહે વિદ્યાર્થીઓને અકસ્માતથી બચવા માટે ટ્રાફીક નિયમોનો અમલ કરવા અનુરોધ કર્યો હતો. આપની કાળજીથી અકસ્માત નિવારી શકાય છે. વાહન વ્યવહાર અધિકારી જે.એસ.ઝાલાએ ૩૧ માર્ગ સલામતી સપ્તાહ ૨૦૨૦ના કાર્યક્રમ અંતર્ગત અકસ્માત નિવારણ માટે ટ્રાફીકના નિયમો વિશે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં એન.જી.ઇ.એસ.કેમ્પસના ડારેક્ટર ડો.પંચોલી, એક્સપ્રેરીમેન્ટલ કેમ્પસના આચાર્ય ધનરાજભાઈ ઠક્કર, રમેશભાઈ, જિલ્લા ટ્રાફીક એધીકારીઓ કે.જે. ગૌસ્વામી, એસ.બી.ગઢવી, યુ.ટી.રાઠોડ જેવા મહાનુભાવોના હસ્તે હેલ્મેટ વિતરણ તેમજ પતંગ વિતરણ કરવામાં આવ્યું હતું