hngu univercity patan
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, દિવ્યાંગ જોશી

100 ગુણમાંથી 114 કેવી રીતે આવ્યાનો આક્ષેપ કરતા ખળભળાટ

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના રિએસેસમેન્ટમાં અવારનવાર બૂમરાણ ઊભી થાય છે. સમયસર રિ-એસેસમેન્ટ ન થવું તેમજ થયા બાદ પરિણામમાં લાલીયાવાડી થતી હોવાના આક્ષેપ થયા છે. હોમિયોપેથીક કોલેજના કેટલાક વિદ્યાર્થીઓને 100 ગુણ 114 ગુણ કેવી રીતે આપ્યાના સવાલો કુલપતિને કરતા હડકંપ મચી ગયો છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની કામગીરી છેલ્લા કેટલાક મહિનાઓથી અનેક સવાલો ઉભા કરી રહી છે. રિ-એસેસમેન્ટની અરજીમાં સમયસર પરિણામ મળતું ન હોવા સામે બીજી પરિક્ષા તુરંત આવી જાય છે. બંને વચ્ચે મર્યાદિત સમય ગાળો આપતા વિદ્યાર્થીઓ લાલઘૂમ થયા છે.

આ દરમિયાન બરોડાની હોમિયોપેથીક કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓને 100ગુણથી પણ વધારે ગુણ આપી દીધાની દલીલો કરતા કુલપતિ સાથે પરીક્ષાની કામગીરી શંકાસ્પદ બની છે.

પાટણ યુનિવર્સિટી મૌખિક પરીક્ષાનું રિ-એસેસમેન્ટ કેવી રીતે કરે છે તેને લઈ સવાલો ઊભા કરતા કુલપતિ જવાબ આપવાથી છટકી ગયા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code