આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત પાટણ જિલ્લામાં વયોવૃદ્ધ મતદારોએ ભારે ઉત્સાહપૂર્વક મતદાન કર્યુ. સિધ્ધપુર વિધાનસભા મતવિસ્તારની મુલાકાત લીધી અને વૃદ્ધ મતદારોને મતદાન માટેના તેમનો ઉત્સાહ અને જુસ્સો જોયો. ઉનાળાની ખરી ગરમીમાં પણ મોટી સંખ્યામાં મતદાન કરી વૃદ્ધોએ દેશના મહાત્યોહારને હર્ષભેર ઉજવ્યો હતો. નવાવાસમાં રહેતા ૭૫ વર્ષિય વૃદ્ધ રામચંદ્ર મકવાણાએ સિદ્ધપુરની એલ.એસ. હાઈસ્કુલ ખાતે મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે જણાવ્યું કે હું મારી અડોશ-પડોશના યુવાનોને પણ કહીને આવ્યો છું કે લાખ કામ પડતા મુકીને પણ મતદાન કરવું જરૂરી છે.

સિધ્ધપુરની નર્સિંગ કોલેજ ખાતે ૮૦ વર્ષિય મણીબેન પ્રજાપતિ શારીરીક અશક્તતાના કારણે વ્હિલચેર પર મતદાન કરવા આવેલા પણ તેમનો મતદાન માટેનો જુસ્સો અને મતદાન કર્યા બાદનો આનંદ ઉડીને આંખે વળગે એવો હતો. મણીબેન કહે છે કે, મતદાન કરવું મારી ફરજ છે અને જીવતી રહીશ ત્યાં સુધી મતદાન જરૂરથી કરીશ. તેમને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડી મત અપાવવા આવેલા તેમની પડોશના યુવાનો જણાવે છે કે આ ઉંમરે પણ મણીબાની સંકલ્પશક્તિ જોઈને અમે પણ દરેક ચૂંટણીમાં મતદાન અવશ્ય કરીશું તેવો સંકલ્પ કર્યો છે.

એક વાત તો ચોક્કસ છે, ઉંમરના એક પડાવ પર પહોંચેલા અને કંઈક દિવાળીઓ જોઈ ચુકેલા આવા વડીલોનો મતદાન માટેનો ઉત્સાહ અને જુસ્સો નવયુવાનોને દેશના આ મહાતહેવારમાં જોડાવાનો અનેરો રાહ ચીંધે છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code