પાટણઃ જિલ્લાના 437 ગામો મજબૂત કરવા 1 થી 15 જુન દરમિયાન ગ્રામસભા મળશે

અટલ સમાચાર, મહેસાણા પંચાયત વિભાગ દ્વારા હાથ ધરાયેલ વિકાસના કામોની સમીક્ષા અને ચર્ચા તથા ગ્રામ વિકાસના પ્રશ્નોની ચર્ચા અને ઉકેલ મળી રહે તે માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવે છે. આગામી ૧ જુન થી ૧૫ જુન સુધી જિલ્લાના ૪૩૭ ગામોમાં પ્રથમ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યુ છે. ગ્રામસભામાં ગ્રામ્યકક્ષાએ પડતી મુશ્કેલીઓ તથા પ્રશ્નોને વાચા આપવા ગામના સ્થાનિક
 
પાટણઃ જિલ્લાના 437 ગામો મજબૂત કરવા 1 થી 15 જુન દરમિયાન ગ્રામસભા મળશે

અટલ સમાચાર, મહેસાણા

પંચાયત વિભાગ દ્વારા હાથ ધરાયેલ વિકાસના કામોની સમીક્ષા અને ચર્ચા તથા ગ્રામ વિકાસના પ્રશ્નોની ચર્ચા અને ઉકેલ મળી રહે તે માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવે છે. આગામી ૧ જુન થી ૧૫ જુન સુધી જિલ્લાના ૪૩૭ ગામોમાં પ્રથમ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યુ છે. ગ્રામસભામાં ગ્રામ્યકક્ષાએ પડતી મુશ્કેલીઓ તથા પ્રશ્નોને વાચા આપવા ગામના સ્થાનિક પદાધિકારીઓ, ગ્રામજનો, તથા મહિલાઓને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

વિકાસના કામોની સમીક્ષા તથા ગ્રામ વિકાસના પ્રશ્નોની ચર્ચા અને ઉકેલ માટે ગ્રામસભાનું આયોજન

ગ્રામસભા એ લોકસશક્તિકરણ અને તંદુરસ્ત લોકશાહીની તાલીમ પુરી પાડતુ અસરકારક માધ્યમ છે. લોકભાગીદારી દ્વારા કામગીરીનું સીધુ સામાજીક અન્વેષણ ગ્રામસભામાં થાય છે. ગ્રામ્યકક્ષાએ થતા વિકાસના કામો, તેમાં ઉભા થતા પ્રશ્નો અને ઉકેલ વગેરેની ચર્ચા બાદ યોગ્ય ઉકેલ આવે તે હેતુ સિદ્ધ કરવા ગ્રામ સભામાં પાણી, અન્ન અને નાગરીક પુરવઠાને લગતી બાબતો, પંચાયત, શિક્ષણ, આરોગ્ય, કાયદો અને વ્યવસ્થા તથા કૃષિને લગતી બાબતો પર ભાર મુકવામાં આવે છે. લોકોને સ્પર્શતા અને વહિવટના પાયાના વિકાસના આ સાત માધ્યમો ઉપરાંત બાળલગ્ન પર સંપૂર્ણ નિયંત્રણ, રેશનકાર્ડ સાથે આધારસીડીંગની બાબત, કુપોષણ નાબુદી જેવી બાબતો આવરી લેવામાં આવે છે.

આ ઉપરાંત વર્ષાઋતુ ૨૦૧૯ અન્વયે પ્રિ-મોનસુન પ્લાનીંગના ભાગરૂપે “સ્વચ્છતા અને શ્રમદાન” થકી ગ્રામ્ય સફાઈ ઝુંબેશ, મેલેરીયા નાબુદી અભિયાન સાર્થક કરવા તે અંગે રાખવાની થતી કાળજીઓ અંગે, તથા શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન થાય અને કન્યા કેળવણીના મહત્વ પરત્વે ગ્રામજનોને ગ્રામસભાઓમાં જાણકારી આપવામાં આવશે. સાથે સાથે ગ્રામસભામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના અન્વયે લાભાર્થી ખેડૂતોની યાદી મંજુર કરવામાં આવશે. આ યોજના હેઠળ બાકી રહી ગયેલા પાત્રતા ધરાવતા નાના સિમાંત ખેડૂતોને જાણ કરી તેઓને લાભ મેળવવા ઓનલાઈન એન્ટ્રી કરાવવામાં આવશે.

ગ્રામસભાઓમાં ગ્રામ પંચાયત મંત્રી, ગ્રામ સેવક, આરોગ્ય કર્મચારી સહિતના ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓ, તાલુકા કક્ષાના અધિકારીઓ તથા જિલ્લા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહી વિકાસના કામોના પ્રશ્નોની સમીક્ષા તથા તેનો ઉકેલ લાવવા આયોજન કરશે.