આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્‍લામાં 03-પાટણ લોકસભાની સામાન્‍ય ચૂંટણી-2019 સંદર્ભે જિલ્‍લા ચુંટણી અધિકારી આનંદ પટેલની અધ્‍યક્ષતામાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બેઠક યોજાઇ હતી. જેમાં ચુંટણીપંચના નિર્દેશો અનુસાર ચૂંટણી પ્રક્રિયા દરમ્‍યાન રાજકીય પક્ષો દ્રારા કરવામાં આવનાર ચૂંટણીલક્ષી ખર્ચ માટેની નિયત માર્ગદર્શિકા અંગે પ્રતિનિધિઓને માર્ગદર્શિત કરાયા હતા. બેઠકમાં ચૂંટણી દરમિયાન વિવિધ રાજકીય પક્ષો દ્રારા પ્રચાર-પ્રસારના માધ્‍યમો ચા, નાસ્‍તો, ભોજન અને મંડપના ભાવ નકકી કરવા બાબતે પ્રતિનિધિઓ દ્રારા સુઝાવો મેળવી તે અંગેના પ્રાવધાનો અંગે જીલ્લા ચૂંટણી અધિકારીએ માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત આદર્શ આચારસહિતાની અમલ ચૂંટણી ખર્ચના નિરીક્ષણ લગતની કાયદાકીય માહિતી આપવામાં આવી હતી. ચુંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ, અલગ બેંક ખાતું ખોલાવવાની અનેસભા સરઘસ રેલીની પરવાનગી મેળવવા બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રક્રિયામાં શરુ કરાયેલી સિંગલ વિન્ડો સીસ્ટમ અંગે પણ પક્ષીય પ્રતિનિધિઓને જાણકારી આપી તમામ બાબતો નિયત પ્રાવધાનો અનુસાર કાર્યવાહી થાય તે જોવા જીલ્લા ચૂંટણી અધિકારીએ અનુરોધ કર્યો હતો.ઉમેદવારે ઉમેદવારી ફોર્મ સાથે રજુ કરવાના એફીડેવીટ નમૂનો-26 ચુંટણીપંચ દ્રારા તૈયાર કરવામાં આવેલ નવીન નમુનાની જાણકારી રાજકીય પક્ષોને આપવામાં આવી હતી. આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પટેલ, તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code