પાટણઃ બીજા તબક્કામાં આરોગ્ય વિભાગ દ્વારા 2.7 લાખથી વધુ લોકોનો સરવે કરાયો

અટલ સમાચાર, પાટણ પાટણમાં કોરોના વાયરસ સંક્રમણની શક્યતાઓ પર અંકુશ લાવવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. પેરા મેડિકલ અને નોન પેરા મેડિકલ સ્ટાફની ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સરવેના બીજા તબક્કામાં તા.૦૩ એપ્રિલના રોજ ૨.૦૭ લાખથી વધુ લોકોનો સરવે કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં શંકાસ્પદ કોરોના વાયરસ ટેસ્ટ કરવા માટે
 
પાટણઃ બીજા તબક્કામાં આરોગ્ય વિભાગ દ્વારા 2.7 લાખથી વધુ લોકોનો સરવે કરાયો

અટલ સમાચાર, પાટણ

પાટણમાં કોરોના વાયરસ સંક્રમણની શક્યતાઓ પર અંકુશ લાવવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. પેરા મેડિકલ અને નોન પેરા મેડિકલ સ્ટાફની ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સરવેના બીજા તબક્કામાં તા.૦૩ એપ્રિલના રોજ ૨.૦૭ લાખથી વધુ લોકોનો સરવે કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં શંકાસ્પદ કોરોના વાયરસ ટેસ્ટ કરવા માટે કુલ ૩૮ ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં પ્રવેશેલા કુલ ૩૭૪ વિદેશી પ્રવાસીઓ પૈકી ૦૫ વિદેશી પ્રવાસીઓને ઓબ્ઝર્વેશન હેઠળ છે. જ્યારે ૩૬૯ વિદેશી પ્રવાસીઓએ ઓબ્ઝર્વેશનનો સમયગાળો પૂર્ણ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણના ફેલાવાની શક્યતાઓને ધ્યાને રાખી નાગરીકોના આરોગ્ય અને સ્વાસ્થ્યની સ્થિતિ પર નજર રાખવા આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા દૈનિક કમ્યુનિટી સરવેના બીજા તબક્કામાં આરોગ્ય વિભાગના પેરા મેડિકલ અને નોન પેરામેડિકલ સ્ટાફની ૧,૬૮૫ જેટલી ટીમ દ્વારા ટેકો પ્લસ એપ્લિકેશન આધારીત હાઉસ ટુ હાઉસ સરવેમાં તા.૦૩ એપ્રિલના રોજ ૪૫,૧૦૪ ઘરોની મુલાકાત લઈ ૨,૦૭,૨૦૨ લોકોને આવરી લેવામાં આવ્યા છે. જે પૈકી ખાંસી, તાવ અને શ્વાસની તકલીફ ધરાવતા ૯૪૭ વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી.

નાગરીકોને આરોગ્યલક્ષી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ થાય તે માટે પાટણ અને સિદ્ધપુર શહેરમાં શરૂ કરવામાં આવેલા ૧૨ જેટલા મહોલ્લા ક્લિનિકમાં ૬૮૨ જેટલા લોકોની પ્રાથમિક તપાસ કરી જરૂરી સારવાર આપવામાં આવી. સાથે સાથેજી.વી.કે. દ્વારા સમી ખાતે ૨૭ અને રાધનપુર ખાતે ૫૫ વ્યક્તિઓનું હેલ્થ સ્ક્રિનીંગ કરવામાં આવ્યું. જિલ્લાના કંટ્રોલરૂમ નં.૦૨૭૬૬-૨૩૪૨૯૫ પર ફોન કરી કોરોના વાયરસ અંગે માહિતી મેળવી શકાશે.