આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશનના પ્રમુખ સમણ શ્રુતપ્રજ્ઞની નિશ્રા અને માર્ગદર્શનમાં સર્વમંગલમ આશ્રમ શાળા, સાગોડિયા, જી- પાટણમાં તા.27/02/2019 ના રોજ વિદ્યાર્થીઓ માટે એક પ્રેરક કાર્યક્રમ યોજાયો હતો. જેમાંવ સમણ શ્રુતપ્રજ્ઞએ આદર્શ વિદ્યાર્થીના લક્ષણો સમજાવ્યા હતા. તથા ગંગારામ ઉર્ફ ગ્રેહામ ડવાયર (પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશનના સક્રિય કાર્યકર) પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો હતો.

શ્રુતપ્રજ્ઞએ શંકુઝ વોટર પાર્ક સ્થિત ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલના વિદ્યાર્થીઓને માટે પણ પ્રેરક પ્રવચન આપી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા તણાવમુક્ત રહીને કેવી રીતે આપવી તેની ટીપ્સ પ્રેરક ઉદાહરણો દ્વારા આપી હતી. તેમણે કહ્યું હતું કે, દરેક વિદ્યાર્થી વિશેષ પ્રતિભા લઈને જ જન્મે છે. જો એ પ્રતિભા ઓળખી લેવાય તો ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખુલી સકે છે. તેમણે દેશ-વિદેશના દ્દઢ મનોબળ વાળા વિવિધ મહાનભાવોના ઉદાહરણો આપી વિદ્યાર્થીઓને પ્રેરક પ્રવચન આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. શાળા તરફથી મહાનુભાવોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે તેમણે પાટણની અન્ય શાળાના વિદ્યાર્થીઓને પણ પ્રેરણારૂપ પ્રવચન આપ્યાં હતાં.

તેમની સાથે ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલ સ્થાપક આનંદીબેન તથા શંકરભાઈ ચૌધરી અને સાધક ભંવરલાલ ચોપડા પણ હાજર રહ્યા હતા. ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલનો ઉદ્દેશ વિદ્યાર્થીઓનો સર્વાંગીગણ વિકાસ કરવાનો છે. શાળા વિદ્યાર્થીઓને જીવનમાં ભવિષ્યની મુશ્કેલીઓનો સામનો કરવા સક્ષમ બનાવે છે. પુસ્તકીય જ્ઞાનની સાથે સાથે આદર્શ નાગરિક બનવા તેમનામાં નૈતિક મૂલ્યોનું પણ સિંચન કરે છે. આ માટે આદર્શો અને નૈતિક મૂલ્યો ને શાળાએ વિદ્યાર્થીઓના દૈનિક પાઠયક્રમમાં સમાવેશ કરી લીધો છે. ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલ નૈતિકમૂલ્ય આધારિત શિક્ષણ આપતી શાળાઓમાં ઉત્તર ગુજરાતમાં પ્રથમ અને ગુજરાતમાં અગ્રીમ સ્થાન મેળવ્યું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code