આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

આત્મા યોજના પાટણ અને રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તારીખ 08-03-2019 ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી ખેડૂત તાલીમ કેન્દ્ર, પાટણ ખાતે યોજવામાં આવી હતી. જેમાં પાટણ જિલ્લાના પાટણ, સરસ્વતી, સિદ્ધપુર, ચાણસ્મા તાલુકાના કુલ 70 મહિલા ખેડૂત હાજર રહ્યા હતા. જેમાં પ્રવકતા તરીકે નિકિતાબેન ડી. રાવલ (લો.વિભાગ.યુનિવર્સિટી, પાટણ) અને રિદ્ધિબેન અગ્રવાલ (બી.બી.એ.વિભાગ. યુનિવર્સિટી, પાટણ) ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે નિકિતાબેન ડી. રાવલએ મહિલાઓને કાયદાકીય માહિતી આપી હતી. જેમાં મહિલાઓના વિવિધ કાયદા વિષે અને મહિલાઓના અધિકારો વિષે તેમના હક્કો વિષે માહિતી આપી હતી. રિદ્ધિબેન અગ્રવાલએ મહિલા સશક્તિકરણ અને સ્ત્રીઓમાં સમાનતા વિષે માર્ગદર્શન આપ્યું હતું. મહિલાઓ કૃષિક્ષેત્રે પોતાની આર્થિક સ્થિતિ મજબુત બનાવી શકે તે માટે બાગાયત વિભાગના મુકેશભાઇ ગલવાડીયાએ બાગાયતી પાકોનું મૂલ્યવર્ધન કરી વિવિધ બનાવટો બનાવી આવકમાં વધારો કરવા વિષે માહિતી આપી હતી.

આ સમગ્ર આયોજન આત્માના પ્રોજેકટ ડાયરેક્ટર એમ.એસ.પટેલ અને ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેક્ટર સી.એમ.દેસાઇ અને સંદીપ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેક્ટર સી.એમ.દેસાઇએ સમગ્ર બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code