આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોના કહેર વચ્ચે પાટણ શહેરમાં જાણે પોલીસનો બિલકુલ ડર ના રહ્યો હોય તેમ વૃધ્ધના ઘરમાં ઘુસી ઇસમોએ તેમને લૂંટી લીધા હતા. ગઇકાલે રાત્રિના સમયે સ્થાનિક વૃધ્ધ સંબંધીની અંતિમક્રિયામાંથી ઘરે આવ્યા બાદ દરવાજો બંધ કરતાં હતા. આ દરમ્યાન મોઢે કપડું બાંધેલા કેટલાક ઇસમો જબરજસ્તી તેમના ઘરમાં ઘુસી આવ્યા હતા. જે બાદમાં છરીની અણીએ વૃધ્ધને ધમકાવી મોબાઇલ, રોકડ અને સોનાના દાગીના સહિત 1.47 લાખના મુદ્દામાલની લૂંટ કરી નાસી છુટ્યાં હતા. સમગ્ર મામલે વૃધ્ધે અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ પાટણ બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ શહેરના ચાણસ્મા રોડ પર આવેલ સંસ્કાર સોસાયટીમાં લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નિવૃત્ત જીવન ગુજારતાં અને એકલાં રહેતાં સુરેશચંદ્ર ગીરધરલાલ પ્રજાપતિ ગઇકાલે સાંજના સમયે સંબંધીની અંતિમક્રિયામાંથી પરત ફર્યા હતા. આ દરમ્યાન રાત્રીના આશરે આઠેક વાગ્યે તેઓ ઘરમાં જઇ દરવાજો બંધ કરતાં અજાણ્યાં ઇસમો મોઢે કપડું બાંધેલી હાલતમાં ઘરમાં ઘુસી આવ્યા હતા. જ્યાં છરીની અણીએ સુરેશચંદ્ર પાસેથી આઇફોન અને રોકડ લૂંટી લીધી હતી. જે બાદમાં સોના-ચાંદીના દાગીનની પણ લૂંટ કરી ઇસમો બળજબરીથી વૃધ્ધ પાસેથી સ્કૂટરની ચાવી લઇ સ્કૂટર લઇને નાસી છુટ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગઇકાલે રાત્રે બનેલી લૂંટની ચોંકાવનારની ઘટનાને લઇ લૂંટારૂઓને પોલીસનો જરા પણ ડર ન હોવાની સ્થિતિ બની છે. અજાણ્યાં ઇસમોએ વૃધ્ધના ઘરમાંથી છરીની અણીએ આઇફોન કિ.રૂ.30,000, રોકડ રકમ રૂ.500, સોના-ચાંદીના દાગીના કિ.રૂ.96,600 અને મેસ્ટ્રો (સ્કૂટર) કિ.રૂ.20,000 મળી કુલ કિ.રૂ.1,47,100ની લૂંટ કરી નાસી છુટ્યા હતા. સમગ્ર મામલે વૃધ્ધે અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ પાટણ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ આઇપીસી કલમ 392, 397, 447, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code