બ્રેકીંગ ન્યૂઝઃ પાટણ જિલ્લા પંચાયતમાં ફરીથી સત્તા પલટો કરવાની તૈયારીઓ

ગિરીશ જોષી, મહેસાણા પાટણ જિલ્લા પંચાયતમાં સત્તાધીન ભાજપ સાથે અસંતુષ્ટ કોંગી સદસ્યે પ્રમુખપદ સંભાળ્યા બાદ કેટલાક સમય પછી હલચલ તેજ બની છે. કોંગી અસંતુષ્ટોને ભાજપના સદસ્યો સાથે તાલમેલનો અભાવ, પ્રમુખની કાર્યશૈલી, સત્તાની સાઠમારી સહિતના કારણોસર ફરીથી સત્તા પલટાવવા રાજકીય ગતિવિધિ શરુ થઈ છે. પક્ષપલટાની સુનાવણીને અંતે પરિસ્થિતિ જોઈ અવિશ્વાસની દરખાસ્ત આવી શકે છે. પાટણ જિલ્લા
 
બ્રેકીંગ ન્યૂઝઃ પાટણ જિલ્લા પંચાયતમાં ફરીથી સત્તા પલટો કરવાની તૈયારીઓ

ગિરીશ જોષી, મહેસાણા

પાટણ જિલ્લા પંચાયતમાં સત્તાધીન ભાજપ સાથે અસંતુષ્ટ કોંગી સદસ્યે પ્રમુખપદ સંભાળ્યા બાદ કેટલાક સમય પછી હલચલ તેજ બની છે. કોંગી અસંતુષ્ટોને ભાજપના સદસ્યો સાથે તાલમેલનો અભાવ, પ્રમુખની કાર્યશૈલી, સત્તાની સાઠમારી સહિતના કારણોસર ફરીથી સત્તા પલટાવવા રાજકીય ગતિવિધિ શરુ થઈ છે. પક્ષપલટાની સુનાવણીને અંતે પરિસ્થિતિ જોઈ અવિશ્વાસની દરખાસ્ત આવી શકે છે.

પાટણ જિલ્લા પંચાયતમાં પ્રમુખ સહિતના સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવા કેટલાક કોંગી અને અન્ય સદસ્યો મંથનમાં લાગ્યા છે. ગત ચુંટણી દરમિયાન ભાજપના પડખે ગયેલા કોંગી અસંતુષ્ટોની સત્તા વચ્ચે કેટલાક સભ્યોને તાલમેલ બેસતો નથી. આવા સંજોગોમાં પક્ષ ભૂલી સત્તાધીશો સામે કોંગ્રેસ અને ભાજપના અસંતુષ્ટો એક બન્યા છે.

સુત્રોએ જણાવ્યું હતું કે જેવી રીતે ભાજપે સત્તાપલટો કરાવ્યો હતો તેવી તક કોંગ્રેસને સત્તાની સાઠમારીને કારણે મળી છે. સદસ્યોને પોતાના કામો, ભલામણો અને નજરઅંદાજ કરતા હોવાનું છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતા એક જૂથ બનાવી સત્તાપલટો કરવાની રણનીતિ શરૃ કરી છે. ઉલ્લેખનીય છે કે બુધવારે પક્ષપલટાની સુનાવણી બાદ પાટણ જિલ્લામાં રાજકીય ગરમાવો વધી શકે છે.