રાજકીય ઘમાસાણથી પાટણ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન વગરની

ગીરીશ જોષી, મહેસાણા સત્તારુઢ ભાજપની સામે જ બાગી ઉમેદવાર કોંગ્રેસના ટેકાથી ચેરમેન બનવા જતા વિવાદ વકર્યો પાટણ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના આગામી સુકાનીને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરોબરની ખેંચતાણ ઉભી થઈ છે. કોંગ્રેસના અસંતુષ્ટો દ્વારા ભાજપે જિલ્લા પંચાયત કબજે કર્યા બાદ સત્તાની સાઠમારીમાં ભાજપ સાથે ફરીથી અસંતુષ્ટ કોંગ્રેસીઓ પણ બગડ્યા છે. જેને વિવાદિત શિક્ષણ
 
રાજકીય ઘમાસાણથી પાટણ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન વગરની

ગીરીશ જોષી, મહેસાણા
સત્તારુઢ ભાજપની સામે જ બાગી ઉમેદવાર કોંગ્રેસના ટેકાથી ચેરમેન બનવા જતા વિવાદ વકર્યો
પાટણ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના આગામી સુકાનીને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરોબરની ખેંચતાણ ઉભી થઈ છે. કોંગ્રેસના અસંતુષ્ટો દ્વારા ભાજપે જિલ્લા પંચાયત કબજે કર્યા બાદ સત્તાની સાઠમારીમાં ભાજપ સાથે ફરીથી અસંતુષ્ટ કોંગ્રેસીઓ પણ બગડ્યા છે. જેને વિવાદિત શિક્ષણ સમિતિ ચેરમેન કોંગી સદસ્ય બનવા જતા રાજકીય જોરે સમિતિ ચેરમેન વગરની ચાલી રહી છે.
પાટણ જિલ્લા પંચાયતમાં ગત દિવસોએ મળેલી સામાન્યસભામાં ભાજપના અસંતુષ્ટ શંકર કટારીયા સત્તારુઢ ભાજપની સામે જ કોંગ્રેસના ટેકાથી ચેરમેન બનવા આગળ આવ્યા હતા. મતદાન દરમિયાન કેટલાક અસંતુષ્ટોએ પાટલીઓ બદલતા કોંગ્રેસના ટેકાથી શંકર કટારીયા ચેરમેન બની જાય તેમ હતા. જોકે રાજકીય ઘર્ષણને કારણે પંચાયત અધિનીયમોનો આધાર લઈ જિલ્લા વિકાસ અધિકારીએ બેઠક મુલતવી રાખી હતી. જેના કારણે વિકાસ કમિશ્નરના હૂકમ ત્યારથી લઈ પાટણ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન વગરની ચાલી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે સત્તારુઢ ભાજપને સમિતિ જવાથી આબરુ જવાનો ભય હોવાથી ફરીવારની બેઠક ટાળવામાં આવી રહી છે. આ તરફ અગાઉની જેમ ફરીએકવાર કોંગ્રેસે અસંતુષ્ટ ભાજપ સદસ્ય દ્વારા તૈયારીઓ આદરી શિક્ષણ સમિતિ કબજે કરવા મથામણ શરૃ કરી છે. જિલ્લા પંચાયતમાં તબક્કાવાર ફરીથી સત્તામાં આવવા અને સત્તામાં ટકી રહેવા બન્ને પક્ષો અને સદસ્યો સોગઠાબાજી ખેલી રહ્યા છે.