આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાટણ

પાટણ જીલ્લાના સિધ્ધપુર તાલુકાના કલ્યાણ ગામે આઈ.એમ.પટેલ જાગૃતી વિદ્યાલય અને નિમા ઉચ્ચતર માધ્યમીક શાળા ખાતે ધોરણ-10 અને 12 વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ અને શાળાના શિક્ષક પુંજીરામ પટેલનો વિદાય સમારોહ કલ્યાણા જુથ કેળવણી મંડળના પ્રમુખ કાન્તીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં કારોબારીના સભ્યો, આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. કલ્યાણા જુથ કેળવણી મંડળ સંચાલીત શાળાના પ્રમુખ, આચાર્ય, કારોબારી સભ્યો, સ્ટાફ ગણ, વિદ્યાર્થીઓ દ્વારા કલ્યાણ ઉચ્ચતર માધ્યમીક શાળા શિક્ષક પુંજીરામ પટેલને 52 વર્ષ પુરા થતાં તેમના વિદાય સમારોહમાં સાકર, શ્રીફળ અને મોમેન્ટો આપી તેમનું સન્માન કરવામાં આવ્યુ હતું. તેમની યશસ્વી
સેવાઓને બિરદાવવામાં આવી હતી. તેમજ ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ બોર્ડ પરિક્ષા આપી સારૂં રિઝલ્ટ લાવી શાળા-ગ્રામ અને પરિવારનું નામ રોશન કરે અને તેમના જીવનમાં વધુ આગળ વધે તે માટે શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમ કેળવણી મંડળના હોદ્દેદારો, આચાર્ય, શિક્ષકમિત્રો, ગ્રામજનો, વિદ્યાર્થીઓ, સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતાં.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code