અછતગ્રસ્તોની મુલાકાતે આવેલી ટીમ ખેડૂતોને રાહત અપાવી શકશે?

કેન્દ્ર સરકારના ત્રણ અધિકારીઓની ટીમ પાટણ જિલ્લાના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવેલી છે. જેમાં શંખેશ્વર, સમી અને રાધનપુર તાલુકાના પશુપાલકો અને ખેડૂતોને મળી નબળા ચોમાસાની અસરનો તાગ મેળવશે. સવાલ એ છે કે અધિકારીઓની ટીમ આગામી દિવસોએ પંથકના ખેડૂતો અને પશુપાલકોને રાહત અપાવી શકશે કે કેમ? કેન્દ્રની ટીમ આવવાથી અછતગ્રસ્તોને મોટી આશા બંધાઈ છે. પાટણ જિલ્લાનો મોટાભાગનો
 
અછતગ્રસ્તોની મુલાકાતે આવેલી ટીમ ખેડૂતોને રાહત અપાવી શકશે?

કેન્દ્ર સરકારના ત્રણ અધિકારીઓની ટીમ પાટણ જિલ્લાના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવેલી છે. જેમાં શંખેશ્વર, સમી અને રાધનપુર તાલુકાના પશુપાલકો અને ખેડૂતોને મળી નબળા ચોમાસાની અસરનો તાગ મેળવશે. સવાલ એ છે કે અધિકારીઓની ટીમ આગામી દિવસોએ પંથકના ખેડૂતો અને પશુપાલકોને રાહત અપાવી શકશે કે કેમ? કેન્દ્રની ટીમ આવવાથી અછતગ્રસ્તોને મોટી આશા બંધાઈ છે.

પાટણ જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર નબળા ચોમાસાને પગલે રવિ સિઝને અછતનો સામનો કરી રહ્યાે છે. ઘટેલા વાવેતર અને પાણીની તંગીને લઈ રજૂઆતો અને રેલીઓનુ વાતાવરણ ગરમાયેલું છે. આ તમામ ગતિવિધિ વચ્ચે રાજ્ય સરકારે શરુ કરેલા ઘાસડેપો છતાં રાહત અપૂરતી છે. આવા સંજોગોમાં કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોની ટીમના 3 સદસ્યો સમી, શંખેશ્વર અને રાધનપુરના અલગ-અલગ ગામોએ જઈ ગ્રાઉન્ડ રિપોર્ટ જાણશે. જેમાં સમી પંથકમાં પાંજરાપોળની શંખેશ્વરના તારા વગરની રાધનપુરના મગાપરા ગામે મનરેગા મજૂરોની તેમજ શેરગઢ ગામે ખેડૂતોની મુલાકાતો લઈ ચર્ચા કરશે. વિવિધ મંત્રાલયોમાંથી આવતા અધિકારીઓ સાથે જિલ્લાતંત્રના અમલદારો પણ સુચિબદ્ધ સ્થળોએ લઈ જઈ અછતગ્રસ્ત વિશે જાણકારી અપાવશે.

સુત્રોએ જણાવ્યું હતું કે પાણીની તંગીને લઈ વાવેતરનો ક્યાશ, પશુપાલકોને દૂધ ઉત્પાદનમાં અને આગામી ઉનાળામાં પીવાની મુશ્કેલી સમાવી શકે છે. નબળા ચોમાસા અને મોંઘવારીને પગલે પંથકના ખેડૂતોને જબરજસ્ત ફટકો પડ્યો છે.