આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

દેશ અને દુનિામાં આવેલા ભયાનક એવા કોરોનાની મહામારીએ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે પાટણ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.ડોડીયા તથા પોલીસ સ્ટાફ અને તેમના સેવાભાવી મિત્રો જયેશકુમાર સોઢા, માનસી ડોડીયા, પાટણના સતિષકુમાર પ્રહલાદભાઈ ઠક્કર, રીકુંજકુમાર રમેશભાઈ ઠક્કર, દશરથલાલ ઈશ્વરજી ઠક્કર અને રાજપુર ગામના સુનિલભાઈ નાગરભાઈ પટેલના સહયોગથી જરૂરિયાતમંદ લોકોને કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લોકડાઉનને લઈ પાટણ તાલુકા પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ પરિવારોમાં 250થી પણ વધારે કરીયાણાની કીટનું વિતરણ કરાયું. પાટણ તાલુકા ગ્રામ્ય વિસ્તારના ખિમિયાણા, રાજપુર, પાલડી, સાગોડિયા, ઓઢવા, કતપુર, ગદોસણ, અનાવાડા, કિમ્બુવા, વડલી , સુજનીપુર, ખાનપુરડા,પાલડી, સંખારી, ભલગામ, ધાયણોજ, અજીમણા, દુધારામપુરા, ભુતિયાવાસણા ગામોમાં તથા બાંદીપુર ગામની સીમમાં રહેતા મજૂરો ના 11 પરિવારોને કીટ વિતરણ કરવામાં આવી. કીટમાં ચોખા, ખાંડ, દાળ, મરચું, હળદર, ચા, મીઠું, બટાકા, ડુંગળી, ડેટોલ સાબુ, બાળકોને બિસ્કિટ, તેમજ તેલ સહિત કીટ આપવામાં આવી. ગ્રામ્ય વિસ્તારોમાં રેશનકાર્ડ ના ધરાવતા હોય એવા પરિવારો, ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા લોકો તેમજ બારના જિલ્લામાંથી આવી છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવતા લોકો, નિરાધાર, સીટીઝન, વિકલાંગો, વિધવા બહેનોની મુલાકાત કરી યથા શક્તિ મદદ કરી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code