આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

પાટણ જીલ્લા પોલીસ અધિક્ષક શોભા ભુતડા(IPS)એ પાટણ શહેરમાં થતી વાહનચોરી અટકાવવા સારૂ કરેલ સુચના આધારે ઇ.પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.પાટણ વાય.કે.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ભાણજીજી સૂરજજી તથા અ.પો.કો. કુલદીપકુમાર લક્ષ્મીદાસ તથા અ.પો.કો. મહેન્દ્રસિંહ શંભુજી તથા અ.પો.કો. જીતેન્દ્રકુમાર ગોવિંદભાઇ એ રીતેના પાટણ એલ.સી.બી. સ્ટાફ ના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો. કુલદીપકુમાર લક્ષ્મીદાસ તથા મહેન્દ્રસિંહ શંભુજી નાઓને મળેલ બાતમી આધારે ઠાકોર અરવિંદજી સોમાજી રહે.પીંપલાણા તા.હારિજ જી.પાટણવાળાને હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર જી.જે.૨૪.એન.૯૬૪૯ સાથે પાટણ લીલીવાડી નજીકથી પકડી પાડી મોટર સાયકલ બાબતે તપાસ કરતાં પાટણ સીટી બી ડીવી. પો.સ્ટે. ખાતે સદર મોટર સાયકલ ચોરી બાબતે પાટણ સીટી બી ડીવી. પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૨૪/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ નો ગુન્હો રજી. થયેલ હોઇ અને આરોપી અગાઉ પણ મોટર સાયકલ ચોરી તથા ગેસના સિલીન્ડરોની ચોરીમાં પકડાયેલ છે. આમ રીઢા આરોપી ચોરીના મોટર સાયકલ સાથે પકડવામાં પાટણ એલ.સી.બી. ની ટીમ ને સફળતા મળી હતી. તેમજ આગળ ની તપાસ માટે મોટર સાયકલ તથા આરોપી પાટણ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code