આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોના કહેર વચ્ચે પણ સતત સક્રિય રહેતી પાટણ LCBની ટીમે વધુ એક વખત જુગારધામ પર રેઇડ કરી એકસાથે 14 જુગારીઓને ઝડપી પાડ્યા છે. ગઇકાલે બપોરના સમયે બાલીસણા પંથકમાં પેટ્રોલિંગ દરમ્યાન LCBએ ચોક્કસ બાતમી આધારે રેઇડ કરી હતી. જ્યાં અચાનક LCBને જોઇ દોડધામના દ્રશ્યો વચ્ચે કુલ 14 જુગારીઓ 1 લાખથી વધુ રોકડ સાથે ઝડપાઇ ગયા હતા. આ સાથે 6 બાઇક સહિત કુલ કિ.રૂ.1,87,200નો મુદ્દામાલ જપ્ત કરી LCBએ ઇસમો વિરૂધ્ધ બાલીસણા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

રેન્જ આઇજી જે.આર.મોથાલિયા અને પાટણ SP અક્ષયરાજે જીલ્લામાં જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI એ.બી.ભટ્ટ અને સ્ટાફના મોડજીજી, વિપુલકુમાર, ધનશ્યામભાઇ, અબ્દુલકૈયુમ, દિલીપસિંહ, જયેશજી, હિતેષભાઇ, નવાઝશરીફ, ધવલભાઇ અને દિલીપસિંહ સહિતની ટીમ બાલીસણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન PC મોડજીજી અને HC જયેશભાઇને ચોક્કસ બાતમી મળી હતી કે, રૂવાવીથી ડાભડી જતાં રોડ ઉપર વદાણી ઓટામાં પટેલ રમેશભાઇના ખેતરમાં બોરની ઓરડી પાસે કેટલાંક ઇસમો જુગાર રમી રહ્યા છે. જેથી LCBએ તાત્કાલિક પંચો સાથે રાખી રેઇડ કરી 14 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કોરોનાકાળમાં પણ પાટણ LCBની ટીમ સતત સક્રિય રહી પ્રોહી અને જુગાર લગત કાર્યવાહી કરતી હોઇ સંબંધિત પોલીસ સ્ટેશનો સામે સવાલો ઉભા થયા છે. પાટણ LCBએ સ્થળ પર રેઇડ કરી રોકડ રકમ રૂ.1,01,700, મોબાઇલ નંગ-14 કિ.રૂ.25.500, મોટર સાયકલ નંગ-6, કિં.રૂ. 60,000 મળી કુલ કિ.રૂ.1,87,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે તમામ ઇસમો વિરૂધ્ધ બાલીસણા પોલીસ મથકે જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12 મુજબ ગુનો નોંધાવતાં હાલ સમગ્ર કેસની તપાસ PSI પ્રતિકાબેન ચૌધરી ચલાવી રહ્યા છે.

આ જુગારીઓ સામે નોંધાઇ પોલીસ ફરીયાદ

પાટણ LCBની ટીમે બાલીસણા પંથકના રૂવાવીથી ડાભડી જતાં રોડ ઉપર વદાણી ઓટામાં રેઇડ કરી રમેશભાઇ પટેલ (ડાભડી), નિલેષભાઇ પટેલ (સંડેર), અજયભાઇ પટેલ (સંડેર), પરેશભાઇ પટેલ (સંડેર), કુલદિપક પટેલ (સંડેર), ચિરાગભાઇ પટેલ (સંડેર), જયંતિભાઇ પટેલ (ડાભડી), મનોજભાઇ પટેલ (ચંદ્રાવતી), ચિરાગભાઇ પટેલ (સંડેર), ધિમંતકુમાર પટેલ (સંડેર), નિસર્ગભાઇ પટેલ (સંડેર), દિનેશભાઇ પટેલ (ડાભડી), અશ્વિનભાઇ પટેલ (સંડેર) અને શંભુજી ઠાકોર (સંડેર)ને ઝડપી પાડ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code