પાટણઃ ચાણસ્મા વિધાનસભાની જેમ કોંગી બળવાખોરો લોકસભામાં ખેલ પાડી શકે

અટલ સમાચાર, મહેસાણા પાટણ લોકસભા બેઠકમાં સૌથી વધુ પાટીદાર અને ઠાકોર મતદારો છે, આથી આંદોલન અને વિધાનસભામાં સારો દેખાવ કર્યાના કારણે કોંગ્રેસને લોકસભા જીતવી સરળ લાગે છે. જોકે ભાજપની રણનીતિ અને કોંગ્રેસના બગાવતખોરોને કારણે પાટણ લોકસભામાં જગદીશ ઠાકોર માટે બાજી બગડી શકે છે. કોંગ્રેસીઓની ફાટફૂટને કારણે ચાણસ્મા વિધાનસભા ભાજપે જીતી હતી. ઉત્તર ગુજરાતની પાટણ અને
 
પાટણઃ ચાણસ્મા વિધાનસભાની જેમ કોંગી બળવાખોરો લોકસભામાં ખેલ પાડી શકે

અટલ સમાચાર, મહેસાણા

પાટણ લોકસભા બેઠકમાં સૌથી વધુ પાટીદાર અને ઠાકોર મતદારો છે, આથી આંદોલન અને વિધાનસભામાં સારો દેખાવ કર્યાના કારણે કોંગ્રેસને લોકસભા જીતવી સરળ લાગે છે. જોકે ભાજપની રણનીતિ અને કોંગ્રેસના બગાવતખોરોને કારણે પાટણ લોકસભામાં જગદીશ ઠાકોર માટે બાજી બગડી શકે છે. કોંગ્રેસીઓની ફાટફૂટને કારણે ચાણસ્મા વિધાનસભા ભાજપે જીતી હતી.

ઉત્તર ગુજરાતની પાટણ અને બનાસકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસને બહુ ટેન્શન નથી. જોકે ભાજપની ચાલ અને આંતરીક અસંતોષ સાથે બદલાની ભાવના સહિતના કારણે કોંગ્રેસને ધોબી પછાડ મળી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગત વિધાનસભા ચુંટણીમાં પાટણ જિલ્લાની ચારેય બેઠક કોંગ્રેસને મળે તેમ હતી. જોકે ચાણસ્મા વિધાનસભા બેઠકમાં છેલ્લી ઘડીએ ખેલ પડી ગયો હતો.

ચાણસ્મા વિધાનસભામાં કોંગી ઉમેદવાર રઘુ દેસાઈએ પ્રચાર માટે આપેલા નાણા ખુદ કોંગી આગેવાનોએ ઘરભેગા કર્યા અને પાછલે બારણે નિરસતા દાખવી હતી. આથી દિલીપ ઠાકોરને મોકળુ મેદાન મળ્યું હતું. આવી પરિસ્થિતિ લોકસભા ચુંટણીમાં થઈ શકે છે. કોંગ્રેસનો આંતરિક ગજગ્રાહ ખુદ પાર્ટીના ઉમેદવાર માટે મુસીબત સાબિત થઈ શકે છે.