patan loksbha bharat dabhi
File Photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ-ભગવાન રાયગોર

પાટણ દેશભરમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે વિવિધ પાર્ટીના ઉમેદવારો વિજય મુહૂર્તમાં પોતાનું ફોર્મ ભરી રહયા છે. ત્યારે પાટણ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ ૧૨:૩૯ના વિજય મુહૂર્તમાં પાટણ કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારીઓ પાસે પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવ્યું. ભાજપ ઉમેદવાર ભરતસિંહે બુધવારે પાટણ શહેર ખાતેના પંચમુખી હનુમાન મંદિરે દર્શન કર્યા હતા. કરડીયા વીર ,મેઘમાયા સ્મારક અને નગરદેવી મહાકાલીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા.

પાટણની એમ એન.હાઈસ્કૂલ બહારના પ્રાંગણમાં સભાને સંભોધી હતી. આ પ્રસંગે ભાજપના દિગ્ગજ
નેતાઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરી, ધારાસભ્યો હિતેશ કનોડિયા, કરશનભાઇ સોલંકી,કિર્તીસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ,બાબુભાઇ દેસાઈ, મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા, મોહનભાઇ પટેલ, મયંકભાઈ નાયક, તાલુકા પ્રમુખ સ્નેહલભાઈ પટેલ ઉપસ્થિ રહ્યા. હિતેશ કનોડિયાએ પોતાની આગવી છટામાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન પદ પર બેસાડવા માટે કટિબદ્ધ રહેવાની હાકલ કરી હતી.

કાંકરેજના ધારસભ્ય કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે તેમના ઉમેદવાર પાટણનો વિકાસ અને પાટણની પ્રભુતા માટે કાર્ય કરશે. ત્યારબાદ રેલી સ્વરૂપે કલેકટર કચેરી પહોંચી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, હરિભાઈ ચૌધરી, જયનારાયણ વ્યાસ, દિલીપ ઠાકોરની હાજરીમાં ભરતસિંહ ડાભીએ પોતાનું ઉમેદવારી ફોમ ભર્યું હતું.

26 Oct 2020, 6:27 AM (GMT)

COVID-19 Global Stats

43,583,575 Total Cases
1,162,094 Death Cases
32,052,486 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code