આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ તા.૨૩ એપ્રિલ-૧૯ના રોજ યોજાનાર છે. લોકસભા ચૂંટણી દરમિયાન ૦૩-પાટણ લોકસભા ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ રાખવા માટે ચૂંટણી ખર્ચ મોનિટરીંગ સેલના ચીફ કો-ઓર્ડીનેટર અને જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં આસી. એક્સપેન્ડીચર અધિકારીઓ સાથે વિડીયો સર્વેલન્સ ટીમ, વિડીયો વ્યુઇંગ ટીમ, કમ્પલેઇન મોનીટરીંગ કંટ્રોલ રૂમ અને કોલ સેન્ટર, મિડીયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કોમ્યુનીટી, ફલાઇંગ સ્કોડ, સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને એકાઉન્ટ ટીમની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તમામ ટીમે પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક કરવા તેમજ ચૂંટણી પંચના કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવા જણાવ્યું હતું. દરેક ટીમે સંકલનમાં રહી કામગીરી કરીને સમયસર અહેવાલ મોકલી આપવા ચીફ કો.-ઓર્ડીનેટર અને જિલ્લા વિકાસ અધિકારીએ અધિકારીઓને સુચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા તિજોરી અધિકારી રાઠોડ, વિડીયો સર્વેલન્સ ટીમ, વિડીયો વ્યુઇંગ ટીમ, કંપ્લેન મોનીટરીંગ કંટ્રોલ રૂમ અને કોલ સેન્ટર, મિડીયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કોમ્યુનીટી, ફલાઇંગ સ્કોડ, સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને એકાઉન્ટ ટીમના આસી. એકસપેન્ડીચર અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code