લોકસભામાં જવા બળવંતસિંહ રાજપૂતે કોંગ્રેસ છોડી હતી ? પાટણના ઉમેદવાર થશે !

અટલ સમાચાર, ગિરીશ જોશી પાટણ કોંગ્રેસના પૂર્વ નેતા અને હાલ ભાજપના આગેવાન બળવંતસિંહ રાજપૂત આગામી લોકસભાના ઉમેદવાર બની શકે છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને અલવિદા કરવાના અનેક કારણો સામે આવ્યા હતા. જોકે રાજકીય મહત્વકાંક્ષાના કારણે બળવંતસિંહ ભાજપમાં ગયા છે. છેલ્લા કેટલાક મહિનાઓની ગતિવિધિ જોતાં પાટણ લોકસભાના ઉમેદવાર બને તો નવાઈ નહીં. લોકસભા ચૂંટણીના પડઘમ ગણતરીના
 
લોકસભામાં જવા બળવંતસિંહ રાજપૂતે કોંગ્રેસ છોડી હતી ? પાટણના ઉમેદવાર થશે !

અટલ સમાચાર, ગિરીશ જોશી

પાટણ કોંગ્રેસના પૂર્વ નેતા અને હાલ ભાજપના આગેવાન બળવંતસિંહ રાજપૂત આગામી લોકસભાના ઉમેદવાર બની શકે છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને અલવિદા કરવાના અનેક કારણો સામે આવ્યા હતા. જોકે રાજકીય મહત્વકાંક્ષાના કારણે બળવંતસિંહ ભાજપમાં ગયા છે. છેલ્લા કેટલાક મહિનાઓની ગતિવિધિ જોતાં પાટણ લોકસભાના ઉમેદવાર બને તો નવાઈ નહીં.

લોકસભા ચૂંટણીના પડઘમ ગણતરીના દિવસોમાં વાગવા જઈ રહ્યા હોવાથી ભાજપ અને કોંગ્રેસ અત્યારે ગ્રાઉન્ડ ઉપર કામ કરી રહી છે. આ તમામ ગતિવિધિ વચ્ચે ઉત્તર ગુજરાતમાં પાટણ લોકસભા બેઠકના ઉમેદવારો વચ્ચે એકાદ બે નામની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા બળવંતસિંહે રાજકીય મહત્વકાંક્ષાના ભાગરૂપે લીધેલા નિર્ણયની અસર દેખાઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના બળવાખોરોને બળવંતસિંહ શરૂઆતથી સહકાર આપી રહ્યા છે. બળવંતસિંહ કોંગ્રેસમાં રહ્યા હોત તો સિધ્ધપુર બેઠકની ટિકિટ બાદ કોંગ્રેસમાથી જીત મેળવી શકે તેમ હતા. જો કે છેલ્લી કેટલીક ટર્મથી વિધાનસભામાં ચૂંટાયા બાદ લોકસભાની ઈચ્છા હોવાનુ સ્વાભાવિક છે. જો કોંગ્રેસમાં રહ્યા હોત તો પાટણ લોકસભાની ટિકિટ મળવી મુશ્કેલ હતી. આથી ભાજપમાં પ્રવેશ કરી જીઆઇડીસી ચેરમેન પદ મેળવી લીધું છે. જો કે કોંગ્રેસ પાટણ લોકસભામાં અલ્પેશ ઠાકોર કે જગદીશ ઠાકોરને ઉતારે તો બળવંતસિંહ રાજપૂતને ભાજપ મેદાનમાં ઉતારી શકે છે. સુત્રોએ જણાવ્યું હતું કે રાજકારણમાં પાટલી બદલવાની પ્રક્રિયા દરમિયાન પાર્ટીમાં જનાર અને સ્વીકારનાર નેતા વચ્ચે જવાબદારીના નામે કેટલીક શરતો નક્કી થતી હોય છે. આવી સ્થિતિમાં પાટણ લોકસભા બેઠકના સંભવિત ઉમેદવારો બળવંતસિંહ વિરુધ્ધ અલ્પેશ ઠાકોર બને તેવી પ્રબળ સંભાવના છે.