બ્રેકિંગ@પાટણ: જગદીશ ઠાકોરને એક લાખ મતોની લીડથી હરાવીશ-ભરત ડાભી

અટલ સમાચાર, પાટણ પાટણ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર જાહેર થતાં જ ભાજપમાં ચિંતા અને તણાવ વધી ગયું છે. આથી પેનલમાં સમાવિષ્ટ અને પ્રબળ દાવેદાર ભરત ડાભીએ પોતે ઉમેદવાર જાહેર થશે તેવું નિવેદન કરતા મામલો ગરમાયો છે. આ સાથે એક લાખથી વધુ મતની લીડથી જીતવાનો દાવો કરતાં ટિકીટ નિશ્ચિત હોવાનું મનાય છે. પાટણ
 
બ્રેકિંગ@પાટણ: જગદીશ ઠાકોરને એક લાખ મતોની લીડથી હરાવીશ-ભરત ડાભી

અટલ સમાચાર, પાટણ

પાટણ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર જાહેર થતાં જ ભાજપમાં ચિંતા અને તણાવ વધી ગયું છે. આથી પેનલમાં સમાવિષ્ટ અને પ્રબળ દાવેદાર ભરત ડાભીએ પોતે ઉમેદવાર જાહેર થશે તેવું નિવેદન કરતા મામલો ગરમાયો છે. આ સાથે એક લાખથી વધુ મતની લીડથી જીતવાનો દાવો કરતાં ટિકીટ નિશ્ચિત હોવાનું મનાય છે.

પાટણ જિલ્લામાં સૌથી વધુ પાટીદાર અને ઠાકોર મતદારો છે. આ સાથે ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ચારમાંથી ત્રણ બેઠકો કબજે કરી હતી. આથી કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરને જીત સરળ લાગી રહી છે. જ્યારે ભાજપ તરફથી હજુ સુધી કોઈનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. જોકે ભાજપમાં ચાલતા નામો અને ટિકિટને લઈ ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાભીએ મોટું નિવેદન આપ્યું છે.

જગદીશ ઠાકોર સામે પોતે ઉમેદવાર થઈ ચૂંટણી લડવાના હોવાનો દાવો કર્યો છે. પોતાને ટિકિટ મળવાના વિશ્વાસ સાથે સરેરાશ એક લાખથી વધુ મતોની લીડથી ચૂંટણી જીતવાનો પણ દાવો કરતા ભાજપના ઉમેદવાર નિશ્ચિત હોવાનું મનાય છે.