પાટણ@લોકસભા: સાંસદોએ વડગામ તાલુકા સામે ઓરમાયું વર્તન રાખ્યું

અટલ સમાચાર,પાટણ વડગામ તાલુકાની જનતા છેલ્લા કેટલાય વર્ષોથી લોકસભાની ચૂંટણીને લઇ મુંઝવણ અનુભવી રહી છે. વડગામ તાલુકો પહેલા સાબરકાંઠા લોકસભા મતવિસ્તારમાં આવતો હતો. જોકે, નવા સીમાંકન બાદ પાટણ લોકસભામાં આવતા છેલ્લી કેટલીક ટર્મના સાંસદોએ ઓરમાયું વર્તન રાખ્યું હોવાનું સામે આવ્યુ છે. તાલુકાના મધ્યમવર્ગીય મતદારોએ વિકાસના બાકી મુદાઓનું લીસ્ટ તૈયાર કર્યુ છે. વડગામ પંથકના મતદારોને પાટણ
 
પાટણ@લોકસભા: સાંસદોએ વડગામ તાલુકા સામે ઓરમાયું વર્તન રાખ્યું

અટલ સમાચાર,પાટણ

વડગામ તાલુકાની જનતા છેલ્લા કેટલાય વર્ષોથી લોકસભાની ચૂંટણીને લઇ મુંઝવણ અનુભવી રહી છે. વડગામ તાલુકો પહેલા સાબરકાંઠા લોકસભા મતવિસ્તારમાં આવતો હતો. જોકે, નવા સીમાંકન બાદ પાટણ લોકસભામાં આવતા છેલ્લી કેટલીક ટર્મના સાંસદોએ ઓરમાયું વર્તન રાખ્યું હોવાનું સામે આવ્યુ છે. તાલુકાના મધ્યમવર્ગીય મતદારોએ વિકાસના બાકી મુદાઓનું લીસ્ટ તૈયાર કર્યુ છે.

વડગામ પંથકના મતદારોને પાટણ સંસદીય મત વિસ્તારમાં વોટીંગ કરવાનુ થાય છે. આથી તાલુકા જીલ્લાફેરની મુંઝવણમાં વિકાસના અનેક ક્ષેત્રોમાં સાંસદોની કામગીરી બાકી હોવાનું બહાર આવ્યુ છે. પાટણ લોકસભા બેઠક ઉપર અગાઉ જગદિશ ઠાકોર અને લીલાધર વાઘેલા ચુંટાઇ આવ્યા હતા. જોકે, ભાજપ-કોંગ્રેસના બંને સાંસદોએ વડગામ પંથકમાં ઉડીને આંખે વળગે તેવું વિકાસનું મહત્વનું કામ નથી કર્યાની ફરીયાદ નાગરિકોમાં ઉભી થઇ રહી છે.

આ બંન્ને સાંસદો દ્રારા વડગામ પંથકના મતદારોનો માત્ર વોટબેન્ક તરીકે જ ઉપયોગ કરાયો હોવાના આક્ષેપ સાથે ફરીયાદોનો મારો શરૂ થયો છે. પાટણ બેઠક ઉપર ૨૦૧૯ની લોકસભા ચુટણીમાં કોગ્રેસ દ્રારા જગદીશ ઠાકોરને ઉમેદવાર બનાવતા તાલુકાના મતદારોમાં નિરાશાનું વાતાવરણ બન્યુ છે. ભાજપ ઘ્વારા હજુ સુધી પોતાનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી ત્યારે મતદારો પણ મુંઝાઇ રહયા છે.

બોક્સ- વડગામ તાલુકાની જનતાને સતાવતી પાયાની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે આજદીન સુધી તાલુકા પંચાયતના પ્રમુખથી લઇને ધારાસભ્ય, સાંસદસભ્ય સહીત રાજકીય આગેવાનો દ્રારા ઉદાસીનતાઓ સેવાઇ રહી છે. આ રહી વડગામ પંથકને સતાવતી સમસ્યાઓ …..

1. મુક્તેશ્વર ડેમ અને કર્માવદ તળાવમાં નર્મદાના પાણી ઠાલવવા.

2. ગામડાઓમાં રસ્તા, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ.

3. વડગામમાં જી.આઈ.ડી.સી.નો અભાવ

4. વડગામને અલગ એસ.ટી.ડેપો ફાળવવાનું અધ્ધરતાલ

5. પ્રવાસન સ્થળોના વિકાસનો અભાવ

6. વડગામમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા બાયપાસ રોડનો અભાવ

7. સી.એસ.સીમાં એક્સ રે, સોનોગ્રાફી જેવી સુવિધાઓનો અભાવ.

8. ભયંકર બેરોજગારી હોવાથી રોજગારીનો અભાવ