પાટણ: કલા મહાકુંભ-2020ના આયોજનને લઇ કલેક્ટર કચેરીમાં બેઠક

અટલ સમાચાર,પાટણ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે યોજાતા ખેલ મહાકુંભની જેમ કલા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા કલા મહાકુંભ યોજવામાં આવે છે. વર્ષ ૨૦૧૯માં ત્રીજા કલા મહાકુંભનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પાટણ જિલ્લામાં તાલુકા કક્ષાના કલા મહાકુંભનો તા.૧૬ મી જાન્યુઆરી ૨૦૨૦થી પ્રારંભ થશે. કલા મહાકુંભ-૨૦૧૯ના આયોજન બાબતે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
 
પાટણ: કલા મહાકુંભ-2020ના આયોજનને લઇ કલેક્ટર કચેરીમાં બેઠક

અટલ સમાચાર,પાટણ

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે યોજાતા ખેલ મહાકુંભની જેમ કલા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા કલા મહાકુંભ યોજવામાં આવે છે. વર્ષ ૨૦૧૯માં ત્રીજા કલા મહાકુંભનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પાટણ જિલ્લામાં તાલુકા કક્ષાના કલા મહાકુંભનો તા.૧૬ મી જાન્યુઆરી ૨૦૨૦થી પ્રારંભ થશે. કલા મહાકુંભ-૨૦૧૯ના આયોજન બાબતે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા, સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વયજુથના કલાપ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનું શાળા-કોલેજ કક્ષાએ પસંદગી કરી રાજ્યકક્ષા સુધી તબક્કાવાર તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવે તથા રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી કલાકુંભ-૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રેરીત, કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજીત, જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી પાટણ દ્વારા સંચાલિત કલા મહાકુંભ-૨૦૧૯ની તાલુકા કક્ષાની સ્પર્ધાઓનો તા.૧૬/૦૧/૨૦૨૦થી પ્રારંભ થશે. જેમાં સાંતલપુર તાલુકાની સ્પર્ધાઓ તા.૧૬/૦૧/૨૦૨૦, સમી તથા શંખેશ્વર તાલુકાની સ્પર્ધાઓ તા.૧૮/૦૧/૨૦૨૦, રાધનપુર તાલુકાની સ્પર્ધાઓ તા.૧૯/૦૧/૨૦૨૦, પાટણ તથા સરસ્વતી તાલુકાની સ્પર્ધાઓ તા.૨૦/૦૧/૨૦૨૦, સિદ્ધપુર તથા હારીજ તાલુકાની સ્પર્ધાઓ તા.૨૧/૦૧/૨૦૨૦તથા ચાણસ્મા તાલુકાની સ્પર્ધાઓ તા.૨૨/૦૧/૨૦૨૦ના રોજ યોજાશે.

તાલુકા કક્ષાએ વિજેતા થનાર સ્પર્ધકો અને સીધી જિલ્લા કક્ષાએ યોજાનાર સ્પર્ધાઓ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ, રંગભવન હૉલ તથા પાટણના ગાંધી સ્મૃતિ ખાતે તા.૩૦/૦૧/૨૦૨૦ના રોજ યોજાશે.જિલ્લા કક્ષાએ વિજેતા સ્પર્ધકોને પ્રદેશ કક્ષાએ તથા ત્યારબાદ રાજ્ય કક્ષાએ સ્પર્ધા માટે મોકલવામાં આવશે.

લા મહાકુંભ-૨૦૧૯માં સાહિત્ય વિભાગમાં વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન તથા લોકવાર્તા સહિતની કુલ ૦૬ સ્પર્ધાઓ, કલા વિભાગમાં ચિત્રકલા અને સર્જનાત્મક કારીગરી તથા સાંસ્કૃતિક વિભાગમાં રાસ-ગરબા, ભરતનાટ્યમ જેવા લોકનૃત્ય, વાંસળી, તબલાઅને હાર્મોનિયમ જેવા વાદન તથા લગ્નગીત અને સમૂહ ગીત જેવાસુગમ સંગીતતથા એકપાત્રિય અભિનય અને ભવાઈ જેવા અભિનય સ્પર્ધાઓ સહિતની કુલ ૩૭ સ્પર્ધાઓ યોજાશે.

આ સ્પર્ધાઓ ૦૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ, તથા ૬૦ વર્ષથી ઉપર એમ ચાર કેટેગરીમાં યોજવામાં આવશે. ૬૦ વર્ષથી ઉપરની વયજૂથની સ્પર્ધાઓ સીધી જ રાજ્યકક્ષાએ યોજાશે જેમાં તાલુકા કક્ષાએ ૧૩ કૃતિઓ, જિલ્લા કક્ષાએ ૧૩ કૃતિઓ, પ્રદેશ કક્ષાએ ૦૧ તથા રાજ્ય કક્ષાએ ૦૨ કૃતિઓ મળી ગાયન વિભાગ, નૃત્ય વિભાગ, વાદન વિભાગ તથા અભિનય વિભાગની કુલ ૨૯ કૃતિઓ સીધી રાજ્ય કક્ષાએ યોજાશે.

કલા મહાકુંભમાં ભાગ લેનાર સ્પર્ધકો પૈકી જિલ્લા કક્ષાએ, પ્રદેશ કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે વિજેતા થનાર સ્પર્ધકોને રાજ્ય સરકાર દ્વારા પુરસ્કૃત કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ વિજેતાઓ પૈકી પ્રથમ આવનાર સ્પર્ધકને રૂ.૧૦૦૦, દ્વિતિય આવનાર સ્પર્ધકને રૂ.૭૫૦ તથા તૃતિય ક્રમ મેળવનાર સ્પર્ધકને રૂ.૫૦૦ના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. પ્રદેશ કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર સ્પર્ધકને રૂ.૩૦૦૦, દ્વિતિય ક્રમ મેળવનાર સ્પર્ધકને રૂ.૨૫૦૦ તથા તૃતિય ક્રમ મેળવનાર સ્પર્ધકને રૂ.૨૦૦૦ના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર સ્પર્ધકને રૂ.૫૦૦૦, દ્વિતિય ક્રમ મેળવનાર સ્પર્ધકને રૂ.૪૦૦૦ તથા તૃતિય ક્રમ મેળવનાર સ્પર્ધકને રૂ.૩૦૦૦ રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત સ્પર્ધકના સહાયકોને જિલ્લા તથા પ્રદેશ કક્ષાએ રૂ.૫૦૦ તથા રાજ્ય કક્ષાએ રૂ.૧૦૦૦ રોકડ પુરસ્કાર રૂપે આપવામાં આવશે.