આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા રાત-દિવસ કામ કરી રહેલા આરોગ્ય અને પોલીસ વિભાગના કર્મયોગીઓને
શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે PPE કીટ, ફેસ શિલ્ડ અને N-95 માસ્ક સહિતાના સુરક્ષા સાધનો અર્પણ કરવામાં આવ્યા છે. વધુમાં મંત્રી દ્વારા હારીજ શહેર અને આસપાસના વિસ્તારના શાકભાજીની લારી ચલાવતા લોકો માટે પાંચ હજાર જેટલા હેન્ડ ગલ્વ્ઝ અને તૂરી પરિવારના ૩૦ જેટલા પરિવારોને રાશન કીટ આપવામાં આવ્યા છે.

હારીજ APMC ખાતે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર દ્વારા નાયબ પોલીસ અધિક્ષક તથા તાલુકા હેલ્થ ઑફિસરશ્રીને આરોગ્યલક્ષી સુરક્ષા સાધનો અર્પણ કરવામાં આવ્યા. સામાજીક અંતર જાળવવાના સ્વયંભુ પાલન સાથે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ તથા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતીમાં કેબિનેટ મંત્રી દ્વારા ખાનગી કંપનીના સહયોગથી જિલ્લા આરોગ્ય તંત્ર અને પોલીસ વિભાગને ૩૦૦ નંગ PPE કીટ, ૩૦૦ નંગ ફેસ શિલ્ડ, ૫૦૦ નંગ N-95 માસ્ક, ૫૦૦ જોડી રિયુઝેબલ ગ્લવ્ઝ, ૧૦૦૦ જોડી નાઈટ્રાઈલ હેન્ડ ગ્લવ્ઝ, ૧૦ હજાર નંગ થ્રી પ્લાય સર્જીકલ માસ્ક તથા ૫ નંગ ઈન્ફ્રારેડ થર્મોમીટર આપવામાં આવ્યા. આ કંપની દ્વારા એક હજાર જેટલી રાશન કીટ પણ તૈયાર કરવામાં આવી છે. જેનું રાધનપુર પ્રાંતમાં વસતા ૨૨૬ પાકિસ્તાની નિરાશ્રિત પરિવારો સહિતના જરૂરિયાતમંદ પરિવારોમાં વિતરણ કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આવશ્યક ચીજવસ્તુઓ અને શાકભાજી વેચનારા ફેરિયાઓ થકી પણ કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓ છે ત્યારે કેબિનેટ મંત્રી દ્વારા હારીજ શહેરના શાકભાજી વેચનારા ફેરિયાઓ તથા છૂટક વેપારીઓ માટે ૫,૦૦૦ જેટલા હેન્ડ ગ્લવ્ઝ આપવામાં આવ્યા છે. લોકજાગૃતિ માટેના પરંપરાગત માધ્યમ એવા ભવાઈ વેશને જીવંત રાખનારા તૂરી સમાજના ૩૦ પરિવારોને હારીજ APMC દ્વારા રાશનકીટ આપવામાં આવી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code