File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

લોકસભા ચૂંટણી ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ અમુક જગ્યાએ નો રીપીટ થિયરી અપનાવી શકે છે. વાત કરીએ પાટણની તો હાલની સ્થિતિએ તેમની ટીકીટ કપાવાના પુરેપુરા એંધાણ વર્તાઇ રહયા છે.

ભાજપના પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ હારીજ તાલુકાના રોડા ગામને દત્તક લેવાની જાહેરાત કરી હતી. પણ, પાંચ વર્ષના વિત્યા છતા પણ ગામમાં વિકાસના નામે ગામને મીંડું જોવા મળ્યું છે.મહત્વનું છે કે, પાટણ જીલ્લાના હારીજનું રોડા ગામમાં આવે આજે પણ પાયાની સુવિધાનું પણ નામોનિશાન નથી.

પાટણ સાંસદ લીલાધર વાઘેલાએ હારીજના રોડા ગામને દત્તક લઇ ગામનો વિકાસ કરવાનું વચન આપી દીધા બાદ પોતાના મત વિસ્તારમાં કે પોતાના દત્તક લીધેલા ગામમાં ફરકયા ન હોવાનું લોકો જણાવી રહયા છે. હારીજના રોડા ગામને જોડતો ન તો રોડ બન્યો કે, ન કોઈ પ્રાથમિક સુવિધા ઉભી કરાઈ. રોડા ગામમાં આવેલુ એકમાત્ર તળાવ પણ ખાલીખમ છે.

ગ્રામજનો દ્વારા સાંસદ સામે અનેકવાર રજૂઆતો કરાઈ છતા તેમણે એક રૂપિયાની ગ્રાન્ટ ફાળવી નથી. ગ્રામજનોની વાત માનીએ તો, ચૂંટાયા બાદ તેઓ ગામમાં આવ્યા પણ નથી. આ ગામને આદર્શ ગામ જાહેર કર્યા પછી ગામનો વેરો વધ્યો છે. ગામને પીવાનું પાણી, ખુલ્લી ગટરોની સમસ્યા છે. ગામની આંગણવાડી પણ  જર્જરિત છે. અત્યારે હાલની પરીસ્થિતિ જોતા તો એવું જ લાગે છે કે ભાજપ લીલાધર વાધેલાને ટીકીટ નહી આપે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code