આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,પાટણ

પાટણ પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે મેઇન બજારમાં કાર્યવાહી કરતા પોલીસમાં રજુઆત

 

પાટણ નગરપાલિકા ઘ્વારા છેલ્લાં કેટલાંક સમયથી ચાલતી દબાણ હટાવોની કાર્યવાહીમાં વારંવાર વિવાદો,સવાલો અને આશંકાઓ ઉભી થઇ રહી છે. ગુરૂવારે ફરી એકવાર મેઇન બજારમાં વિસ્તારમાં હોર્ડિંગ સહિતના દબાણો દૂર કરવાની કાર્યવાહીમાં નારાજગી સાથે વેપારીઓ લાલઘુમ બન્યા હતા. જોગવાઇ મુજબ ન થતું હોવાનું ધ્યાને લઇ પાટણ ધારાસભ્ય જેસીબી મશીનના બકેટમાં બેસી ગયા હતા.

પાટણ નગરપાલિકાએ ગુરૂવારે મેઇન બજાર,રેલ્વેસ્ટેશન રોડ,બસ સ્ટેન્ડ રોડ સહિતના માર્ગો ઉપર વેપારીઓના દબાણો હોવાનું ધ્યાને લઇ જેસીબી મશીન સાથે કાર્યવાહી કરી હતી. જેમાં કેટલાંક વેપારીઓએ અગાઉથી જાણ નહી કર્યાનું તેમજ દબાણ નહી હોવા છતાં કાર્યવાહી કરતાં હોવાનું જણાવી ગુસ્સો ઠાલવ્યો હતો. આ દરમ્યાન પાટણ ધારાસભ્ય કિરિટ પટેલ દબાણ કાર્યવાહી પાલિકાની સરમુખત્યારશાહીવાળી હોવાનું જણાવી જેસીબી મશીનના બકેટમાં બેસી ગયા હતા. ઘડીભર ગરમાગરમીને અંતે મામલો એસપી સુધી જતાં કાર્યવાહી રોકી વેપારીઓને તક આપી સ્વયંભુ દબાણ દૂર કરવા કહયું હતુ.

 

પાકા દબાણો સામે પાલિકાના સત્તાધિશો લાચાર

દબાણ કાર્યવાહીને લઇ પાલિકાના કોંગી સદસ્યોએ આક્ષેપ કર્યો હતો કે, નગરપાલિકાના આપખુદ શાસકો પાકા દબાણો સામે આંખ આડા કાન કરી રહયા છે. પાકા દબાણો આગેવાનોના હોવાથી પાલિકા લાચાર બની કાચા દબાણો દૂર કરી નૂકશાન પહોંચાડી વેપારીઓને કનડગત કરી રહી છે.

 

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code