આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર)

રાષ્ટ્રિય શૈક્ષણિક મહાસંઘ પાટણ જિલ્લા એકમ દ્વારા ૯૬,૭૧,૯૮૪ (છન્નુ લાખ ઈકોતેર હજાર નવસો ચોર્યાશી પુરા) જેટલી માતબર રકમનો ચેક પી.એમ.રાહત ફંડમાં અર્પણ કરાયો હતો. ભારતવર્ષને કોરોના જેવી મહામારીમાંથી છૂટકારો મેળવવામાં મદદરૂપ થવા માટે જિલ્લા પંચાયત હસ્તકની તમામ શાળાનાં શિક્ષક-શિક્ષિકાઓ સહિત જિલ્લા-તાલુકાની શિક્ષણ કચેરીમાં ફરજ બજાવતાં અધિકારીઓ-કર્મચારી ઓએ પોતાના એક દિવસનાં પગારની રકમનું સ્વેસ્છિક યોગદાન આપી પોતાની સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આજરોજ પાટણ કલેક્ટર આનંદ પટેલને જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની ઉપસ્થિતિમાં અર્પણ કરાયો હતો. આ પ્રસંગે પાટણ જિલ્લા પ્રાથમિક સંવર્ગનાં પ્રમુખ રણછોડજી જાડેજા, મંત્રી શૈલેષભાઈ પટેલ, ભીખાભાઈ પટેલ, ભરતભાઈ પટેલ (સિદ્વપુર) સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code