આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ તથા આઈસીડીએસ દ્વારા આગામી સપ્ટેમ્બર મહિનામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખની અધ્યક્ષતામાં પાટણ જિલ્લા પંચાયતના કૉન્ફરન્સ રૂમ ખાતે યોજાયેલા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ પ્રિન્ટ મિડીયા વર્કશૉપમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એ.એસ.સાલ્વી દ્વારા પોષણ માહ અંતર્ગત યોજાનાર કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.

નાના બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓમાં રહેલા કુપોષણને નિવારવા આરોગ્ય વિભાગ તથા આઈસીડીએસ દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. ખાસ કરીને બાળકના પ્રથમ 1000 દિવસ, એનિમીયા, ઝાડા નિયંત્રણ, હૅન્ડ વૉશ ઍન્ડ સૅનિટેશન અને પૌષ્ટીક આહાર જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર આપવામાં આવશે.

આંગણવાડી કેન્દ્રો તથા અન્ય જાહેર સ્થળો પર પોષણ મેળા તથા પોષણ સેમિનાર યોજી ચૂંટાયેલા પ્રતિનિધીઓના સહયોગ અને માધ્યમથી તથા આંગણવાડી કાર્યકરો દ્વારા ડોર ટુ ડોર મુલાકાત લઈ પોષણ અંગે જાગૃતિ કેળવવા અપીલ કરવામાં આવશે.આંગણવાડી તથા શાળાઓમાં પીવાના પાણી અને શૌચાલયોની ચકાસણી પણ હાથ ધરવામાં આવશે. પોષણ પદયાત્રા, સ્વચ્છતા થીમ પર સાયકલ રેલી અને પ્રભાતફેરી જેવા માધ્યમો દ્વારા સામૂહિક જાગૃતિ આવે તે પ્રકારે વહિવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

પોષણ અભિયાન જિલ્લાના દરેક નાગરીક સુધી પહોંચે તે માટે આરોગ્ય વિભાગ તથા આઈસીડીએસ દ્વારા શિક્ષણ વિભાગ, ખેતીવાડી વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, પુરવઠા વિભાગ સહિતના વિભાગોના સંકલનમાં રહી સામાજીક સંસ્થાઓના સહયોગથી કામગીરી કરવામાં આવશે. આ વર્કશૉપમાં સંલગ્ન વિભાગના અધિકારીઓ તથા પાટણ જિલ્લાના ઈલેક્ટ્રોનિક્સ તથા પ્રિન્ટ મિડીયાના પત્રકાઓ હાજર રહ્યા હતા.

26 Sep 2020, 11:23 AM (GMT)

COVID-19 Global Stats

32,800,963 Total Cases
994,253 Death Cases
24,198,074 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code