પાટણ: બાબરા નજીક અકસ્માતમાં એકનું મોત, ચાલક સામે પોલીસ ફરીયાદ

અટલ સમાચાર, પાટણ
સાંતલપુર તાલુકાના બાબરાગામ નજીક હાઇવે પર મજુર ભરીને જઇ રહેલી બોલેરો જીપ ગાડીને રોઝ અથડાતા ગાડી પલ્ટી મારી ગઇ હતી તે સવાર 10 મજુરોમાંથી 4 ઇજાઓ થઇ હતી જયારે એક યુવાન મજુરનુ કમકમાટી ભર્યુ મોત થયુ હતુ.
અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો
પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના કુંદરા ગામથી બોલેરો જીપ સવાર થઇને કડીયાકામ અર્થે 10 મજુરો આડેસર જઇ રહ્યા હતા તે ગુરૂવારે સવારે 7 કલાક અરસામાં બાબરા ગામ નજીક હાઇવે પર રોઝ બોલેરો ગાડી સાથે અથડાતા બોલેરો પલટી મારીને ઉભી થઇ હતી.
અકસ્માતમાં જીપમાં સવાર ગોપાલભાઇ ભલાભાઇને ગંભીર ઇજાઓ થતા મોત થયુ હતુ. જ્યારે રાકેશભાઇ, ઓમસિંહ, દશરથભાઇ, દશરથભાઇ પ્રભાતસિંહ માલીવાડા નાની મોટી ઇજાઓ થઇ હતી. સમગ્ર મામલે આ અંગે અનુપસિંહ અભેસિંહ માલીવાડાએ સાંતલપુર પોલીસ મથકે બોલેરો જીપના ચાલક દિનેશભાઇ શત્રસિંહ માલીવાડ સામે ફરિયાદ નોંધાવી હતી.