આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

પાટણ જીલ્લા પોલીસ ઘ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી કાઢવા સુચના કરતા મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગના સુપરવિઝન હેઠળ ગુમ-અપહરણ થનાર ઇસમોની શોધખોળ-તપાસ કરવા સારૂ જીલ્લા કક્ષાની ટીમમાં પો.સબ.ઇન્સ. ટી.બી.જાની તથા અ.હે.કોન્સ. જયેશજી બાબુજી તથા અ.હેડ.કોન્સ.રણવીરસિંહ ચમનસિંહ તથા અ.પો.કોન્સ. મહેન્દસિંહ ખાનસિંહ તથા અ.પો.કોન્સ. અશોકભાઇ વરવાભાઇ સહિત પોલીસ સ્ટાફના માણસો જીલ્લામાં તપાસમાં હતા.

પાટણના કમલીવાડાની યુવતિના અપહરણની ફરીયાદ બાલીસણા પો.સ્ટે.ને નોંધાયેલી હોવાથી પોલીસ તે ગુનામાં તપાસ કરી રહી હતી. આ દરમ્યાન બાતમી હકીકત આધારે ભોગ બનનાર પટેલ હેત્તલબેન રમેશભાઇ મગનભાઇ મુળ રહે. કમલીવાડાને શોધી પાડવામાં આવ્યા હતા. પાટણ પોલીસે અપહરણ કરનાર આરોપી પરમાર મયંકકુમાર અમૃતભાઇ રહે. દિયોદરડા, જી.પાટણને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code